કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત

કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત

કેનેડાના મૈનિટોબા શહેર નજીક હવામાં બે ટ્રેનિંગ પ્લેન વચ્ચે અથડામણ થવાની દુર્ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત બે પાયલટ તાલીમાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. ઘટના મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત સ્ટેઇનબેક નજીક બની હતી.

ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, બંને વિમાનો સામસામે આવ્યા

મળતી માહિતી મુજબ, બંને સિંગલ એંજિન ધરાવતા પ્લેન ટેક-ઓફ અને લેન્ડિંગની તાલીમ દરમિયાન હવામાં સામસામે અથડાયા હતા. એક પ્લેનમાં ભારતીય યુવક શ્રીહરિ સુકેશ (ઉ.વ. 23, કેરળ) અને બીજી તરફ બીજા પ્લેેનમાં કેનેડીયન યુવતી સવાન્ના મે રોયસ (ઉ.વ. 20). સવાર હતા

દૂતાવાસે પુષ્ટિ કરી, પરિવારને જાણ કરવામાં આવી

ટોરોન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “મૈનિટોબા દુર્ઘટનામાં ભારતીય વિદ્યાર્થી શ્રીહરિ સુકેશના મોતના સમાચાર દુ:ખદ છે. અમે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ અને સ્થાનિક પોલીસ સાથે સંપર્કમાં છીએ અને દુ:ખદ ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી છે.”

રેડિયો સિસ્ટમ હોવા છતાં વિઝિબિલિટી નથી રહી

એર પાયલટ ટ્રેનિંગ સ્કૂલના પ્રમુખ એડમ પેનરે જણાવ્યું કે, “બંને વિમાનોમાં રેડિયો સિસ્ટમ હતી, છતાં વિઝિબિલિટી ન હોવાના કારણે પાયલટ એકબીજાને જોઈ શક્યા નહીં. પરિણામે બે વિમાનો એકબીજા સામે આવી જતા અકસ્માત સર્જાયો.”

દુર્ઘટનાની તીવ્રતાના લીધે વિમાનો પૂરેપૂરા નષ્ટ થયા હતા અને કાટમાળમાંથી બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે.

શ્રીહરિનું પાયલટ બનવાનું સપનું અધૂરું રહ્યું

મૃતક ભારતીય વિદ્યાર્થી શ્રીહરિ સુકેશ કેરળના કોચીથી કેનેડા પાયલટ તાલીમ માટે આવ્યો હતો. પાયલટ બનવાનું સ્વપ્ન માટે વિદેશ વિમાની શાળામાં પ્રવેશ લીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું સ્વપ્ન એના જ પગલાંમાં અધૂરું રહી ગયું.

Leave a Reply

Your email address will not be published.