અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

Home » Latest Update » અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ
અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમા રુદ્રાભિષેક અને જલાભિષેકનો ખાસ મહત્ત્વ છે. ઘણાં ભક્તો બંનેને સમાન માને છે, પણ હકીકતમાં આ બંને વિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે – જે જાણવું ખૂબ જ જરૂરી છે.

શું છે જલાભિષેક?

જલાભિષેક એટલે ભગવાન શિવને પવિત્ર જળથી અભિષેક કરવો. સામાન્ય રીતે ભક્તો શિવલિંગ પર પાણી ચઢાવે છે, જેને જલાભિષેક કહેવામાં આવે છે. આ વિધિ શિવલિંગને શીતળતા આપવા માટે કરવામાં આવે છે. જલાભિષેક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે છે અને એમાં કોઈ વિશિષ્ટ મંત્રોચ્ચાર જરૂરી નથી.

શું છે રુદ્રાભિષેક?

રુદ્રાભિષેક એ વધુ વિશિષ્ટ અને વિધિસર પૂજા છે. આમાં વૈદિક મંત્રો — ખાસ કરીને ‘રુદ્રાષ્ટાધ્યાયી’ના પાઠ સાથે શિવલિંગ પર વિવિધ પવિત્ર દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે જેમ કે દૂધ, દહીં, ઘી, મધ, અને શાકર. રુદ્રાભિષેક ખાસ કરીને નવગ્રહ દોષ શમન, આરોગ્ય, સંતાનસુખ, અને ઈચ્છિત ફળ મેળવવા માટે શ્રાવણ માસમાં કરાવવામાં આવે છે.

કેટલીક ધ્યાન રાખવાની બાબત

૰ રુદ્રાભિષેક કે જલાભિષેકમાં તુલસીના પાનનો ઉપયોગ ન કરો.

૰ શાંત મન અને એકાગ્રતાથી પૂજા કરો – વાતચીત ટાળો.

૰ રુદ્રમંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ જરૂરી છે.

૰ પાણીથી અભિષેક કરતા હોય, તો તાંબાના પાત્રનો ઉપયોગ કરો.

૰ રુદ્રાષ્ટાધ્યાયીનું પઠન રુદ્રાભિષેક દરમિયાન વિશેષ ફળદાયી ગણાય છે.

અંતમાં

જ્યાં જલાભિષેક ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે, ત્યાં રુદ્રાભિષેક શ્રાવણ માસમાં વૈદિક મંત્રો અને નિયમિતતા સાથે કરવામાં આવતી એક વિશિષ્ટ ધાર્મિક વિધિ છે. બંનેની પદ્ધતિ અને મહત્વ જાણીને તેમા યોગ્ય વિધિ અનુસરીને શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરો.