રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સૂચિમાં જાણીતા ફોજદારી વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઈતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન, તથા કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ – કાયદાના મંચનો બળવાન અવાજ
ઉજ્જવલ નિકમ દેશના અમુક સૌથી ચર્ચિત ગુનાખોરીના કેસોમાં સરકાર તરફથી વકીલ રહી ચૂક્યા છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં આરોપી અજમલ કસાબને ફાંસીની સજા અપાવનાર મુખ્ય વકીલ તરીકે તેમની ભૂમિકા સૌથી યાદગાર રહી હતી.
હર્ષવર્ધન શ્રૃંગલા – વિદેશ નીતિના નિષ્ણાત
હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના પૂર્વ વિદેશ સચિવ રહી ચૂક્યા છે. તેમના કારકિર્દીમાં અનેક દેશોમાં ભારતના દૂત તરીકે સેવા આપી છે. તેઓ વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર માનવામાં આવે છે.
મીનાક્ષી જૈન – ઈતિહાસની પ્રખર અધ્યાયિકા
ડૉ. મીનાક્ષી જૈન ઈતિહાસવિદ અને શિક્ષણવિદ છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, નાગરિકતા અને ઐતિહાસિક ઘટનાઓના વિશ્લેષણ માટે જાણીતી છે. તેમના લેખન અને અધ્યયનને બહુમાન મળ્યું છે.
સદાનંદન માસ્ટર – સમાજસેવી
કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટર શિક્ષણ અને ગ્રાસરુટ લેવલ પર સમાજસેવામાં સક્રિય રહ્યા છે. તેઓ રાજકીય હિંસાનો ભોગ બન્યા હોવા છતાં સમાજસેવામાં અડગ રહ્યા છે.

બંધારણ હેઠળ વિશિષ્ટ સ્થાન
ભારતના સંવિધાન મુજબ રાજ્યસભામાં મહત્તમ 250 સભ્યો હોઈ શકે છે, જેમાંથી 238 સભ્યો ચૂંટાઈ આવે છે અને 12 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. કલમ 80(1)(a) અને 80(3) મુજબ, એવા લોકો જેને સાહિત્ય, કલા, વિજ્ઞાન અથવા સમાજસેવામાં વિશેષ યોગદાન આપ્યું હોય, તેમને મમનોનીત કરવા માટે રાષ્ટ્રપતિને અધિકાર આપવામાં આવ્યો છે.
રાજ્યસભા માટે વિશિષ્ટ અવાજ
આ નિમણૂકો એનો સંકેત આપે છે કે સંસદમાં હવે કાયદો, વિદેશ નીતિ, ઇતિહાસ અને ગ્રાસરુટ સમાજસેવાનો જુદો અવાજ સાંભળવા મળશે. ચારેય સભ્યો પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપીને રાષ્ટ્રપતિના વિશ્વાસપાત્ર પસંદગીદાર બન્યા છે.

Leave a Reply