અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે.
વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી TRFએ લીધી હતી.
આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા અને આતંકવાદ સામે કરાતી કડક કાર્યવાહીની પ્રતિબિંબ રૂપે લેવામાં આવ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ પગલાં રાષ્ટ્રપતિના ન્યાય માટેના સંકલ્પ અને આતંકીઓ સામે જડબાતોડ કાર્યવાહી કરવાની ઢંઢેરા સમાન છે.
આ ઘટના તે સમયે બની છે જ્યારે કોંગ્રેસના નેતા શશી થરુરના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકા સહિત વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઓપરેશન સિંદૂર અને આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી હતી.
TRFને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી જાહેર કરવાથી હવે તેના પર આર્થિક અને કાનૂની દબાણ વધશે, અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં સહાયરૂપ થશે.

Leave a Reply