રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો 76 ટકા વધીને 30,783 કરોડ થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો 76 ટકા વધીને 30,783 કરોડ થયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા (જૂન ક્વાર્ટર)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 76.5 ટકા વધીને 30,783 કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. આ વધારાનું મુખ્ય કારણ એશિયન પેઇન્ટ્સમાં હિસ્સાનું વેચાણ અને કન્ઝ્યૂમર બિઝનેસમાં મજબૂત ગ્રોથ છે. જો એશિયન પેઇન્ટ્સમાં હિસ્સાના વેચાણથી મળેલા 8,924 કરોડ રૂપિયાના આ એક વખતના લાભને બાદ કરીને જોઈએ તો કંપનીના નફામાં વાર્ષિક ધોરણે 25 ટકાનો મજબૂત વધારો થયો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીને 15,138 કરોડ રૂપિયાનો નફો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે શેરબજાર બંધ થયા પછી જાહેર કરવામાં આવ્યા છે.
રિટલ અને ડિજિટલ સેવાઓમાં મજબૂત ગ્રોથના દમ પર કંપનીની કન્સોલિડેટેડ આવક 6 ટકા વધીને 2.73 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) 36 ટકા વધીને 58,024 કરોડ રૂપિયા થઈ ગયો છે, જેમાં કન્ઝ્યૂમર બિઝનેસનું સારું યોગદાન રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.