હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની બ્રેકઅપની ચર્ચાઓ, એક વર્ષ સુધી રહેલા રિલેશન પર પ્રશ્નાર્થ

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની બ્રેકઅપની ચર્ચાઓ, એક વર્ષ સુધી રહેલા રિલેશન પર પ્રશ્નાર્થ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી તેમનું નામ બ્રિટિશ મોડેલ અને સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું હતું. સોશિયસલ મીડિયા પર બંનેના સંબંધોની ચર્ચા વચ્ચે હવે તેમનું બ્રેકઅપ થયું હોવાની અફવાઓ વેગ પકડતી થઈ છે.

સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા

એક રેડિટ યુઝરે જાણકારી આપી કે હાર્દિક અને જાસ્મીન વાલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ પગલાં બાદથી બ્રેકઅપની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જો કે, હાર્દિક કે જાસ્મીનમાંથી કોઈએ પણ તેમના સંબંધ અંગે સત્તાવાર પુષ્ટિ અત્યાર સુધી કરી નથી.

ગ્રીસ યાત્રાના ફોટા થયા હતા વાયરલ

હાર્દિક અને જાસ્મીન વાલિયાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે બંનેની ગ્રીસ ટ્રિપના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ જાસ્મીનને મુંબઈ ઈંડિયન્સની ટીમ સાથે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી

જાસ્મીન વાલિયા કોણ છે?

જાસ્મીન વાલિયા બ્રિટિશ નાગરિક છે પણ તેમના પેરેન્ટ્સ ભારતીય મૂળના છે. તેણે ટીવી શો The Only Way Is Essex (TOWIE) દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેણે પોતાનું મ્યુઝિક કરિયર શરૂ કર્યું અને અનેક ગીતો ગાયા છે. તેમ જ ‘બોમ ડિગી ડિગી’ ગીત પણ તેની જ અવાજમાં છે.

હાલ સુધી આ બ્રેકઅપ વિશે હાર્દિક કે જાસ્મીન તરફથી કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.