તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા.
ઓપરેશન સિંદૂર પછી સીઝફાયર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયગાળામાં, ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ 10 મેના રોજ યુદ્ધવિરામ (Ceasefire) માટે સહમતિ નોંધાઈ હતી. ટ્રમ્પે દાવો કર્યો કે Ceasefireમાં અમેરિકાની ભૂમિકા હતી.
રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને સીધો સવાલ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો:
“મોદીજી, પાંચ વિમાનો પાછળનું સત્ય શું છે? દેશને જાણવાનો અધિકાર છે.“
રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર.
ભાજપે રાહુલ પર આક્રમક વલણ લીધું
ભારતે પહેલેથી જ પાકિસ્તાનના વિમાનો તોડવાના દાવાઓને નકારી કાઢ્યા છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું કે:
“રાહુલ ગાંધીને શું વધુ વિશ્વાસ પાકિસ્તાન પર છે? તેમણે પોતાનાં દેશમાં વિશ્વાસ કેમ નથી?“
માલવિયાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનોથી તેમનું વલણ દેશદ્રોહી લાગે છે અને ભાજપે તેમને પાકિસ્તાનના પ્રવક્તા જેવો ગણાવ્યો.

Leave a Reply