અમેરિકન ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર મોટો આરોપ મૂક્યો છે. તુલસીના કહેવા મુજબ ઓબામા અને તેમના ટોચના અધિકારીઓએ 2016ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. ગેબાર્ડે કહ્યું કે ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો પ્રયાસ અમેરિકન લોકશાહીની અંદર ખતરનાક ષડયંત્ર હતું.
તુલસીએ જણાવ્યું કે ઓબામાના આ પ્રયાસો અમેરિકન નાગરિકોની ઇચ્છાને દબાવવા માટે હતા અને તેમણે પેનલ દ્વારા તમામ દસ્તાવેજો ન્યાય વિભાગને સોંપી દિધાં છે. તેમણે ફોજદારી તપાસની માંગ કરી છે. દાવા મુજબ, ઓબામા વહીવટીતંત્રે ખોટી માહિતી લિક કરીને ટ્રમ્પ વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવ્યું.
તેમણે કહ્યું કે 2016ની ચૂંટણી પહેલા રશિયા તરફથી કોઈ સીધો હુમલો થયો ન હતો. 9 ડિસેમ્બર 2016ના રોજ ઓબામાએ ટોચના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી અને ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
જેમ્સ ક્લેપરના સહાયકે IC નેતાઓને ઈમેઇલ કરીને જણાવ્યું કે નવી મૂલ્યાંકન રિપોર્ટ CIA, FBI અને DHS સહકારથી તૈયાર થશે. બાદમાં આ ખોટા દાવાઓ વોશિંગ્ટન પોસ્ટ સહિતના મીડિયાને લિક કરવામાં આવ્યા. 6 જાન્યુઆરી 2017ના રોજ બહાર પડેલો રિપોર્ટ ઘણા પહેલાંના અધિકારીઓના નિવેદનોથી વિરૂદ્ધ હતો.
તુલસી મુજબ, આ તમામ પ્રયાસો ટ્રમ્પની લોકપ્રિયતા નબળી પાડવા, મુલર તપાસ અને ઈમ્પીચમેન્ટ માટે હતા. આ સાથે જ અમેરિકાની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું.

Leave a Reply