ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર આક્ષેપપ્રત્યાઆક્ષેપ થયા. પરંતુ આ તમામ રાજકીય ગરમાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, કાયદા મંત્રી અર્જુન મેઘવાલ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા મુખ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક ચોમાસુ સત્રની કામગીરીને સુચારુ રીતે ચલાવવાનું લક્ષ્ય રાખીને યોજાઈ હતી. બેઠક દરમિયાન કાયદાકીય કાર્યસૂચિ, વિપક્ષની સંભવિત રણનીતિ અને મહત્વપૂર્ણ બિલોની રજૂઆત તથા પસાર થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલો લાવવાની તૈયારીમાં છે અને વિવિધ મંત્રાલયોના સંકલન માટે યોજાયેલા આ બેઠકને ગંભીરતાથી લેવામાં આવી છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી બેઠકની સત્તાવાર કાર્યસૂચિ જાહેર કરવામાં આવી નથી.

પીએમ મોદીની વિદેશ યાત્રાની પણ જાહેરાત થઈ છે. તેઓ 23 અને 24 જુલાઈએ યુકેની સત્તાવાર મુલાકાતે જશે, જે તેમની ચોથી યુકે યાત્રા રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી 25 અને 26 જુલાઈએ માલદીવની યાત્રા પર રહેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોઇઝુના આમંત્રણ પર માલદીવ જશે.

Leave a Reply

Your email address will not be published.