ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું.
ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે રિવર્સ-સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પણ બોલ સીધો તેમના પગના જૂતા પર વાગ્યો. જોરદાર વાગવાથી પંતને ભારે દુઃખાવો થયો અને તેઓ મેદાન પરજ પીડાથી કણસતા દેખાયા.

ફિઝિયોની તાત્કાલિક તપાસમાં જાણવા મળ્યું કે પંતના પગમાંથી લોહી નીકળતું હતું. ઈજાની ગંભીરતા અને દુખાવાને ધ્યાનમાં લઈને પંત બેટિંગ ચાલુ રાખી શક્યા નહોતા અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભારતીય ચાહકોને ચિંતામાં મુકી દીધા છે અને ટીમ માટે પણ એક મોટો ઝટકો સાબિત થયો છે.

Leave a Reply