ટ્રમ્પે મસ્કની કંપનીઓને મળતી સબસિડી અંગે કરી સ્પષ્ટતા: ‘મારે એમનો વિકાસ જોઈએ છે, નહીં કે તબાહી’

ટ્રમ્પે મસ્કની કંપનીઓને મળતી સબસિડી અંગે કરી સ્પષ્ટતા: ‘મારે એમનો વિકાસ જોઈએ છે, નહીં કે તબાહી’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કની કંપનીઓને મળતી સરકારી સબસિડી બાબતે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, “લોકો કહે છે કે હું મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ અને સરકારી સબસિડી ખતમ કરી દઈશ. પણ આ વાત ખોટી છે. હું ઈલોન મસ્ક અને અન્ય તમામ બિઝનેસ વિકાસ કરે તેવું ઈચ્છું છું.”

ટ્રમ્પે ઉમેર્યું કે, “જેટલો સારા રીતે બિઝનેસ થશે, એટલો દેશને ફાયદો થશે. અમે રોજ નવા રેકોર્ડ બનાવીએ છીએ અને આવું જ ચાલુ રહે તે માગું છું.” જો કે, ટ્રમ્પનું આ નિવેદન પહેલા આપેલા સંકેતોની વિરુદ્ધ છે, જેમાં તેમણે કહ્યું હતું કે EV નિર્માતા કંપનીઓ માટે મળતી અરબો ડોલરની સબસિડી બંધ કરી શકાય છે. આ ટિપ્પણી તે સમયે આવી હતી જ્યારે ઈલોન મસ્કે ટ્રમ્પના ‘Big Beautiful Bill’ની જાહેરમાં ટીકા કરી હતી.

ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે મસ્ક ગુસ્સામાં છે કારણ કે ઇલેક્ટ્રિક વાહન સબસિડી ચાલી જશે, પરંતુ જો તેઓ આમ જ ચાલુ રાખશે તો વધુ નુકસાન થઈ શકે છે. હવે આ નવા નિવેદનથી એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા ઈચ્છે છે અને વ્યવસાયિક વિકાસના પક્ષમાં છે.

Leave a Reply

Your email address will not be published.