કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા:
| વર્ષ | નાગરિકતા છોડનાર લોકો |
|---|---|
| 2019 | 1,44,017 |
| 2020 | 85,256 |
| 2021 | 1,63,370 |
| 2022 | 2,25,620 |
| 2023 | 2,16,219 |
| 2024 | 2,06,378 |
આ ડેટાથી સ્પષ્ટ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે 2 લાખથી વધુ લોકો નાગરિકતા છોડી રહ્યાં છે. જોકે, 2024માં થોડો ઘટાડો નોંધાયો છે.
નાગરિકતા છોડવાની પ્રક્રિયા શું છે?
- અરજી માટે વિઝિટ કરો:
👉 https://www.indiancitizenshiponline.nic.in - જરૂરી દસ્તાવેજોની વિગતો ભરવી પડે છે જેમ કે:
- પાસપોર્ટ
- હાલની નાગરિકતાના પુરાવા
- બાયોમેટ્રિક માહિતી
- દસ્તાવેજોની ચકાસણી બાદ, અરજી સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે.
- સામાન્ય રીતે 30 દિવસમાં અરજી સ્વીકારવામાં આવે છે અને અંદાજે 60 દિવસમાં Renunciation Certificate ઓનલાઈન ઉપલબ્ધ થાય છે.
- નાગરિકતા છોડી બાદ તમારે તમારું આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઈસન્સ જેવી ઓળખ આપતી ચીજવસ્તુઓ સબમિટ કરવી ફરજિયાત છે.

Leave a Reply