સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર લાગેલી રોક હટાવી દીધી છે, જેની પહેલાં દિલ્હી હાઇકોર્ટે 12 જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ પર સ્ટે મૂક્યો હતો. ફિલ્મના નિર્માતાઓએ આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશભરના થિયેટર્સ બુક થઈ ગયા છે.
આ ફિલ્મ કન્હૈયા લાલની હત્યા પર આધારિત છે અને તેમાં દર્શાવાતા વિષયને લઈને જમિયત ઉલમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ વિરોધ નોંધાવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ પર લાગેલી રોક હટાવવાની મંજૂરી આપી છે. સાથે જ, સુપ્રીમ કોર્ટે કેસને પાછો હાઈકોર્ટને મોકલ્યો છે અને તમામ પક્ષોને ત્યાં દલીલો રજૂ કરવા કહ્યું છે. ફિલ્મ હવે કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા સૂચવેલા છ ફેરફારો સાથે રિલીઝ થઈ શકશે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે પણ નિર્માતાઓની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. વકીલ ગૌરવ ભાટિયાએ જણાવ્યુ કે વિવાદને કારણે ફિલ્મને વધુ પબ્લિસિટી મળી છે, જેનાથી ફિલ્મને મોટો ફાયદો થઈ શકે છે.

Leave a Reply