ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયું છે. હાલમાં જ્યાં યુપીઆઈ સેવા સંપૂર્ણપણે મફત છે, ત્યાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સંજય મલ્હોત્રાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “કોઈકને તો આ સેવા માટે કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ પેમેન્ટ સેવા લાંબા સમય સુધી મફતમાં ચલાવી શકાય તેમ નથી.”
તેઓએ ઉમેર્યું કે હાલ યુપીઆઈ ફ્રી છે કારણ કે સરકાર બૅન્કો અને અન્ય સ્ટેકહોલ્ડર્સને સબસિડી આપી રહી છે. જોકે, આગામી સમયમાં યુપીઆઈ પર ચાર્જ વસુલાઈ શકે છે તેવા સંકેત આ નિવેદનથી મળ્યા છે. જો કે હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દુનિયાભરમાં UPI પેમેન્ટ સિસ્ટમને માન્યતા મળી રહી છે. જૂન 2025માં માત્ર એક મહિનામાં 18.39 અબજ ટ્રાન્ઝેક્શન UPI મારફતે થયા હતા, જેના કુલ મૂલ્ય રૂ. 24.03 લાખ કરોડ જેટલું હતું. આ સાથે યુપીઆઈએ VISAનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
આ નિવેદનથી યૂઝર્સમાં ચિંતાનો માહોલ છે કે ભવિષ્યમાં વ્યવસાયિક યુઝર્સને ચાર્જ ભરવો પડશે કે સામાન્ય લોકોને પણ તેનો સામનો કરવો પડશે.

Leave a Reply