વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ

વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે.

આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે હાથ ધરાયો હતો. ભારતીય રાજકીય દ્રષ્ટિએ આ રેટિંગ મહત્વપૂર્ણ છે, કારણ કે પીએમ મોદીએ દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નેતાઓને પણ પાછળ છોડી દીધા છે.

https://x.com/amitmalviya/status/1948897521981685877

સર્વે મુજબ, દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગને 59% સમર્થન મળ્યું છે, જ્યારે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલે ત્રીજા સ્થાને છે 57% સાથે. ત્યારબાદ કેનેડાના માર્ક કાર્ની (56%) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બાનીઝ (54%) છે.

અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 44% approval મળ્યું છે જ્યારે 50% લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોકપ્રિય નેતાઓમાં ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના પીએમ પેટ્ર ફિઆલા છે, જેમને માત્ર 18% approval મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.