હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ

હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ

25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટના

25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી SUVએ તેને ટક્કર મારી હતી. સમીઉલ નલબાડી પોલિટેકનિક કોલેજનો વિદ્યાર્થી હતો અને સાથે ગુવાહાટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કામ કરતો હતો. અકસ્માત બાદ SUV ચલાવી રહેલી નંદિની કશ્યપ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.

પોલીસની કાર્યવાહી અને આરોપ

ગુવાહાટી પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી. પહેલા અભિનેત્રીને ડિટેઈન કરી લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસે તપાસ કરી રહી છે કે દુર્ઘટના સમયે નંદિની નશામાં હતી કે નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેના સામે IPC ધારા 279 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું) અને 304A (બેદરકારીથી મોત) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીનું મોત અને પરિવારનો રોષ

સમીઉલને અકસ્માત બાદ પહેલા ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલત ગંભીર થતાં તેને એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ચાર દિવસ સુધી સારવાર બાદ 29 જુલાઈએ સમીઉલનું મોત થયું.

પોલીસે જણાવ્યું છે કે તેમને ઘટનાસ્થળના CCTV ફૂટેજ મળી ગયા છે અને નંદિની કશ્યપની બે કાર જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.

 

Leave a Reply

Your email address will not be published.