WPL 2026 Final : RCBએ ઈતિહાસ રચ્યો, બીજી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીની હાર, સ્મૃતિ-જોર્જિયાની તોફાની બેટિંગ

Home » Latest Update » WPL 2026 Final : RCBએ ઈતિહાસ રચ્યો, બીજી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીની હાર, સ્મૃતિ-જોર્જિયાની તોફાની બેટિંગ
wpl-2026-final-:-rcbએ-ઈતિહાસ-રચ્યો,-બીજી-વખત-ચેમ્પિયન-બન્યું,-દિલ્હીની-હાર,-સ્મૃતિ-જોર્જિયાની-તોફાની-બેટિંગ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News

Google News

WPL 2026 Final : RCBએ ઈતિહાસ રચ્યો, બીજી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીની હાર, સ્મૃતિ-જોર્જિયાની તોફાની બેટિંગ 1 - image

RCB vs DC, WPL 2026 Final : વડોદરાના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી વુમન પ્રીમિયર લીગ (WPL) 2026ની હાઈવોલ્ટેજ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવીને બીજી વખત ચેમ્પિયન બન્યું છે. દિલ્હીએ આપેલા 204 રનનો વિશાળ લક્ષ્યાંક બેંગલુરુએ છેલ્લા ઓવરના ચોથા બોલે હાંસલ કર્યો હતો. બેંગલુરુ અગાઉ 2024માં ટાઈટલ જીત્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ સતત ચાર સિઝન ફાઈનલમાં પહોંચવા છતાં ફરી એકવાર ટ્રોફી જીતવાથી વંચિત રહી ગયું છે.

— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026

સ્મૃતિ-જોર્જિયા વચ્ચે 165 રનની ભાગીદારી

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને ગ્રેસ હેરિસ માત્ર 9 રને આઉટ થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન સ્મૃતિ મંધાના અને જોર્જિયા વોલે બાજી સંભાળી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 92 બોલમાં 165 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી, જે વુમન પ્રીમિયર લીગમાં કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. વોલે 54 બોલમાં 79 રનનું પ્રદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી ત્યારે રાધા યાદવે બે ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ડ્રામા કરનાર પાકિસ્તાનને સૂર્યકુમાર યાદવનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું

જેમિમાએ 37 બોલમાં 57 રન ફટકાર્યા

આ અગાઉ દિલ્હી કેપિટલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 37 બોલમાં 57 રન ફટકાર્યા હતા. ઓપનર લોરા વોલ્વાર્ટે 44 રન અને લિઝેલ લીએ 37 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે અંતિમ ઓવરોમાં ચિનેલે હેનરીએ માત્ર 15 બોલમાં અણનમ 35 રન ઝૂડી કાઢ્યા હતા. બેંગલુરુ તરફથી નાદિન ડિક્લર્ક, સયાલી સતઘરે અને અરુંધતી રેડ્ડીએ એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : અમેરિકાનો કેપ્ટન ગુજરાતી, ટી20 વર્લ્ડકપમાં વિદેશી ટીમોમાં કુલ 40 ખેલાડી મૂળ ભારતીય! જુઓ લિસ્ટ

Leave a Reply

Your email address will not be published.