15 ચોગ્ગા, 15 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 175 રન

Home » Latest Update » 15 ચોગ્ગા, 15 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 175 રન
15-ચોગ્ગા,-15-છગ્ગા…-અંડર-19-વર્લ્ડકપ-ફાઈનલમાં-વૈભવ-સૂર્યવંશીએ-ફટકાર્યા-175-રન

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News

Google News

Vaibhav Suryavanshi

U19 World Cup Final: આજે ICC મેન્સ અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને સદી ફટકારી. 

ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 218.75ની સ્ટ્રાઈક રેટથી 15 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે કુલ 175 રન ફટકાર્યા. 

વૈભવ સૂર્યવંશીએ આજની મેચમાં અનેક રેકોર્ડ તોડ્યા

– અંડર 19 વર્લ્ડકપના ઈતિહાસની બીજી સૌથી તેજ સદી ફટકારવાનો રેકોર્ડ

– અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં સદી ફટકારનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો 

– અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ

– અંડર 19 વર્લ્ડકપની એક મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન ફટકાર્યા

આજની મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઓપનિંગ કરવા માટે વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જ મેદાનમાં ઉતર્યા. એરોન 11 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ થયો.  તે પછી ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન ફટકારી મહત્ત્વનું યોગદાન આપ્યું. આયુષ પછી વેદાંત ત્રિવેદી બેટિંગ કરવા ઉતર્યો હતો. 

ભારત 10મી વખત U19 વર્લ્ડકપ ફાઈનલમાં 

નોંધનીય છે કે ભારતની અંડર-19 ટીમ સતત છઠ્ઠી અને કુલ 10મી વખત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. જે પણ એક રેકોર્ડ છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022 એમ 5 વખત અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ જીતી ચૂકી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં માત્ર એક જ વખત વર્લ્ડકપ જીત્યો હતો. 

ભારતની પ્લેઈંગ-11 : વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, આયુષ મ્હાત્રે, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કૂંડું, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, દિપેશ દેવેન્દ્રન 

Leave a Reply

Your email address will not be published.