પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ

Home » Latest Update » પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ
પૂર્વ-ક્રિકેટર-સંજય-બાંગરની-દીકરી-અનાયાએ-કરાવી-જેન્ડર-અફર્મિંગ-સર્જરી,-પિતા-માટે-લખી-ભાવુક-પોસ્ટ

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News

Google News

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ 1 - image

Anaya Shares Emotional Post : પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પોતાના જીવનના સૌથી મોટા પરિવર્તનને દુનિયા સાથે શેર કર્યું છે. અનાયાએ ખુલાસો કર્યો કે, તેણે થાઇલેન્ડમાં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવી છે. અનાયાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં સર્જરી પછી તેના પિતા સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, ‘આ સફર સરળ નહોતી. ન ફક્ત મારા, પરંતુ મારા સમગ્ર પરિવાર માટે પણ…’

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી

અનાયા મુજબ, શરૂઆતમાં આ પરિવર્તનને સમજવું અને તેનો સ્વીકાર કરવો એ પરિવાર માટે મુશ્કેલ હતો. ઘણા સવાલો અને મૂંઝવણ હતી, પરંતુ ધીરે-ધીરે બધુ સમજ્યાં. અયાનાએ તેના પિતાને લઈને સૌથી ખાસ વાત જણાવી કે, ‘આ મુશ્કેલી સમયે મારા પિતાનો સાથ મારા માટે સૌથા મોટી તાકાત બની. ભલે શરૂઆતમાં સમય લાગ્યો પરંતુ સાચો અને કોઈ શરત વગરનો સપોર્ટ મને મળ્યો.’

અનાયાની ટ્રાન્સફોર્મેશન સફર

છેલ્લા કેટલાક વર્ષોમાં અનાયાની ટ્રાન્સફોર્મેશન સફર ધીમે ધીમે સામે આવી હતી. જન્મ સમયે અનાયાને પુરુષ માનવામાં આવી હતી અને શરૂઆતમાં તેનું નામ આર્યન રાખવામાં આવ્યું હતું. તેણે ક્રિકેટ પણ રમી હતી અને મુંબઈ અંડર-16, પુડુચેરી અંડર-19 અને મુંબઈ અંડર-23 ટીમો માટે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.

2023માં અનાયાએ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી(HRT) શરૂ કરી અને તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું. જો કે, આ સમયગાળા દરમિયાન તેણે અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ક્રિકેટમાં, જ્યાં શારીરિક ફેરફારોએ તેની રમતમાં અસર કરી હતી. 

આ પણ વાંચો: IPL 2026ની સિઝનથી બહાર થયો ખૂંખાર બોલર, જાણો કઈ ટીમને લાગ્યો મોટો ઝટકો

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અનાયાએ એ પણ ખુલાસો કર્યો કે, આ સફર દરમિયાન તેને કેટલાક મુશ્કેલ અને દુઃખદ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક મુશ્કેલી છતાં તેણે પોતાની જાતને સ્વીકારી અને આગળ વધતી રહી. 

Leave a Reply

Your email address will not be published.