રાજ્યમાં ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો આવશે, જોકે સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમી શરૂ થઈ જાય છે. પરંતુ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ હવામાન બદલાશે. માર્ચનું પ્રથમ સપ્તાહ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. પૂર્વ મધ્ય ગુજરાત, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા અથવા હળવા વરસાદની સંભાવના છે.
1 થી 3 માર્ચ દરમિયાન હવામાનમાં ધરખમ ફેરફારની સંભાવના છે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન, કરા, હિમવર્ષા, વીજળી, તોફાન, ટોર્નેડોની શક્યતાઓ રહેશે. જ્યારે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
ગુજરાતના લોકોએ હવે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ આવતો જ નથી. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પહેલી માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી, ગરમીની સાથે વરસાદનો પણ પડવાનો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે. જેના કારણે હળવો વરસાદ આવી શકે છે. આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યું છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
Leave a Reply