Inside Media Network, Author at Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/author/aarohi-patel/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 25 Sep 2025 04:59:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Inside Media Network, Author at Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/author/aarohi-patel/ 32 32 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/ https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/#respond Thu, 25 Sep 2025 09:00:25 +0000 https://www.gujaratinside.com/?p=20080 નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે. આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ...

The post રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે.

આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ અહીં શ્રી બાંકે બિહારી મંદિરે દર્શન કરશે અને મથુરાના શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરે પૂજા અર્ચના કરશે.

રેલવે અધિકારીઓ અનુસાર, આ પ્રવાસ માટે 18 કોચની વિશેષ રેક તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 12 કોચ મહારાજા એક્સપ્રેસના છે. તેમાં રાષ્ટ્રપતિ સુટ, ડીલક્સ સુટ, રેસ્ટોરન્ટ, લાઉન્જ અને પાવર કાર જેવી સુવિધાઓ સામેલ છે.

રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફ માટે લગ્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ વરિષ્ઠ રેલવે અધિકારીઓ માટે બે સ્ટાન્ડર્ડ એસી કોચ પણ જોડાયા છે. મુસાફરી દરમિયાન સુરક્ષા માટે બે લોકોમોટિવ લગાવવામાં આવ્યા છે, જેમાંથી એક મુખ્ય સંચાલન માટે અને બીજુ સ્ટેન્ડબાય માટે રહેશે.

આ પ્રવાસને સુગમ બનાવવા માટે રેલવેએ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), GRP, સ્ટેશન માસ્ટર્સ અને વરિષ્ઠ અધિકારીઓને નિર્ધારિત સ્થળોએ તૈનાત થવા આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષાના કડક પગલાંથી કોઈ અવરોધ વિના આ ઐતિહાસિક પ્રવાસ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અગાઉ પણ મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી કરી ચૂક્યા છે. જૂન 2023માં તેમણે ભુવનેશ્વરથી રાયરંગપુર સુધી આ લગ્ઝરી ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. આ વખતની યાત્રા પણ દેશ માટે એક વિશેષ અવસર હશે, કારણ કે પ્રથમ નાગરિક મથુરા-વૃંદાવનમાં દેશની સૌથી ભવ્ય ટ્રેન દ્વારા દર્શન કરશે.

The post રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/feed/ 0
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/ https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/#respond Thu, 25 Sep 2025 06:15:18 +0000 https://www.gujaratinside.com/?p=20071 શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે. 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી....

The post પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે.

26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી.

પોલીસે જણાવ્યું કે કટારિયાની ધરપકડ ઓપરેશન મહાદેવ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે કરવામાં આવી છે. આ જ ઓપરેશનમાં સુરક્ષા દળોએ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પહેલગામ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

માર્યા ગયેલા આતંકવાદીઓમાં હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન (રાવલકોટ), અબુ હમઝા ઉર્ફે હેરિસ (સિયાલકોટ) અને મોહમ્મદ યાસીર સામેલ હતા.

કટારિયા સામે FIR નંબર 36/25 હેઠળ કેસ દાખલ થયો છે અને તેની સામે આર્મ્સ એક્ટની કલમ 7/25 તેમજ UAPA ની કલમ 13, 16, 18, 20 અને 38 હેઠળ ગુનો નોંધાયો છે. કટારિયાને કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી 25 લોકો ભારતના વિવિધ ભાગોથી આવેલા પ્રવાસીઓ હતા.

આ હુમલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો હતો અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. પોલીસનું માનવું છે કે કટારિયાની ધરપકડથી આ હુમલાની સાજિશ અને આતંકી નેટવર્ક વિશે વધુ માહિતી બહાર આવી શકે છે.

 

The post પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/feed/ 0
ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/#respond Thu, 25 Sep 2025 04:41:41 +0000 https://www.gujaratinside.com/?p=20067 નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને સચોટ ભેદી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અનેક આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજે કરવામાં આવેલું પરીક્ષણ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું. આ પહેલું એવું લોન્ચર છે, જે કોઈપણ પૂર્વ શરતો વિના ભારતીય રેલ નેટવર્ક પર ચલાવી શકાય તેવું છે.

આ સફળ પરીક્ષણથી ભારતે વિશ્વના થોડાક એવા દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમણે રેલ આધારિત લોન્ચ સિસ્ટમથી મિસાઇલ છોડવાની ક્ષમતા હાંસલ કરી છે. આ સિસ્ટમ ઝડપી પ્રતિસાદ સમય સાથે મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. સંરક્ષણ મંત્રીએ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/feed/ 0
રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/ https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/#respond Wed, 24 Sep 2025 16:05:00 +0000 https://www.gujaratinside.com/?p=20053 સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર...

The post રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ થયું હતું. ટીઝરમાં રજનીકાંતનો ધમાકેદાર એક્શન લુક દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

હાલ રજનીકાંત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તાજેતરમાં કેરળના પલક્કડ નજીક શૂટિંગ પૂરૂં કર્યા પછી ચેન્નઈ પરત ફર્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં તેમણે રિલીઝ તારીખ અંગે માહિતી આપી હતી.

‘જેલર 2’માં રજનીકાંત સાથે એસજે સૂર્યા અને નંદમૂરી બાલાકૃષ્ણ જેવા જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ, આ સીક્વલમાં વધુ એક્શન અને થ્રિલરનો મસાલો હશે જે દર્શકોને એક નવી અનુભૂતિ આપશે.

 

The post રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/feed/ 0
લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/ https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/#respond Wed, 24 Sep 2025 15:45:28 +0000 https://www.gujaratinside.com/?p=20048 લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા...

The post લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ઉપરાંત, કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો કરે તેવા નિવેદનો કરવા પર પણ પ્રતિબંધ છે અને તેના ઉલ્લંઘન પર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ પગલાં લેવાશે.

લેહમાં બુધવારે બંધ દરમિયાન હિંસા વધી ગઈ હતી, જેમાં ભાજપ કાર્યાલયમાં આગ લગાવવામાં આવી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા.

કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને સુરક્ષા દળો પર હુમલા થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યા. પરિસ્થિતિ કાબૂમાં લાવવા વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 15 દિવસથી ચાલુ ઉપવાસ તોડી દીધો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિંસા આંદોલનની નૈતિકતા નબળી પાડે છે અને સંઘર્ષ દરમિયાન કોઈ જાન ન જાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે.

લદાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે.

અત્યાર સુધીમાં અનેક રાઉન્ડની વાતચીત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે આ મુદ્દે 6 ઑક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય લદાખના પ્રતિનિધિમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.

 

The post લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/feed/ 0
‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી https://www.gujaratinside.com/2025/09/24/justice-suryakant-strict-remark-on-urgent-hearing/ https://www.gujaratinside.com/2025/09/24/justice-suryakant-strict-remark-on-urgent-hearing/#respond Wed, 24 Sep 2025 15:20:23 +0000 https://www.gujaratinside.com/?p=20045 નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય...

The post ‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે.

રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય અથવા કોઈની સ્વતંત્રતા જોખમમાં ન હોય, ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં કરવામાં આવે.”

જસ્ટિસ સૂર્યકાંતે આગળ ન્યાયાધીશોની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, “તમે લોકો ન્યાયાધીશોની દુર્દશા સમજી શકતા નથી. શું તમને ખબર છે કે અમે કેટલા કલાક સૂઈએ છીએ? આવી સ્થિતિમાં દરેક મામલાની તાત્કાલ સુનાવણી શક્ય નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી કેટલાક મહિનાઓ સુધી આ મામલે સુનાવણીની અપેક્ષા ન રાખવી જોઈએ. જોકે બાદમાં તેમણે કોર્ટ માસ્ટરને શુક્રવારે કેસ લિસ્ટ કરવાની સૂચના આપી.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુઈયાં અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહ પણ હાજર હતા. સામાન્ય રીતે આવી અપીલો રોસ્ટરના માસ્ટર તરીકે CJI દ્વારા સાંભળવામાં આવે છે, પરંતુ હાલ CJI બી.આર. ગવઈ બંધારણીય બેન્ચની સુનાવણીઓમાં વ્યસ્ત હોવાથી બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત આવા તાત્કાલિક કેસો સાંભળી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં દરરોજ નિયમિત સુનાવણી શરૂ થાય તે પહેલાં વકીલોને તાત્કાલિક મામલાઓનો ઉલ્લેખ કરવાની મંજૂરી હોય છે. ઘણીવાર વકીલો દલીલ કરે છે કે જો કોર્ટ તાત્કાલ હસ્તક્ષેપ ન કરે તો તેમના ક્લાયન્ટને ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે તાજેતરમાં કોર્ટ વારંવાર આ પ્રથાની દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે.

 

The post ‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/justice-suryakant-strict-remark-on-urgent-hearing/feed/ 0
2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/ https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/#respond Wed, 24 Sep 2025 14:55:53 +0000 https://www.gujaratinside.com/?p=20038 અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે.

નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર તાબડતોબ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેના પુત્ર મદીન ખાને ધારીયું લઈને PSI પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સ્વબચાવમાં PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરતા હનીફ અને મદીન બંનેને ગોળી વાગી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું.

પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક આરોપી હનીફ ખાન પર કુલ 86 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે જ હુમલો શરૂ કર્યો હતો, જેના પગલે પોલીસે પ્રતિસાદ આપવો પડ્યો.

એન્કાઉન્ટર બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં પોલીસ પર ઘરમાં ઘુસીને ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાએ તે સમયના પોલીસ અભિગમ અને એનકાઉન્ટર પદ્ધતિને લઈને રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/feed/ 0
બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી https://www.gujaratinside.com/2025/09/24/banaskantha-dhanera-kankrej-remain-in-district/ https://www.gujaratinside.com/2025/09/24/banaskantha-dhanera-kankrej-remain-in-district/#respond Wed, 24 Sep 2025 14:29:58 +0000 https://www.gujaratinside.com/?p=20041 ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના...

The post બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો.

હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના રહેવાસીઓમાં સંતોષ અને ખુશી છવાઈ છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાઓને સામેલ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટે મંજૂરી આપી છે.

નવસર્જિત ઓગડ અને હડાદ તાલુકાઓ બનાસકાંઠામાં જ રહેશે, જ્યારે દિયોદર, લાખણી, ધરણીધર અને રાહ તાલુકાઓ નવા વાવ-થરાદ જિલ્લામાં સામેલ થશે.

વિભાગના નિર્ણય બાદ ધાનેરા અને કાંકરેજના લોકોને થરાદ જિલ્લામાં સામેલ કરવાના વિરોધમાં ભારે આક્રોશ હતો. સ્થાનિક લોકો, પૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્યોએ પણ આંદોલન ચલાવીને ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી.

સરકારના તાજેતરના નિર્ણયથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

 

The post બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/banaskantha-dhanera-kankrej-remain-in-district/feed/ 0
વડાપ્રધાન મોદીના ભેટના સ્મૃતિચિહ્નો ઈ-હરાજીમાં, નમામી ગંગે માટે રકમ વચાવી https://www.gujaratinside.com/2025/09/24/pm-modi-gifts-online-auction-namami-gange/ https://www.gujaratinside.com/2025/09/24/pm-modi-gifts-online-auction-namami-gange/#respond Wed, 24 Sep 2025 13:55:44 +0000 https://www.gujaratinside.com/?p=20034 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નાગરિકોને પોતાની ભેટની ઈ-હરાજીમાં ભાગ લેવા આમંત્રિત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર, હરાજીથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં મૂકી જશે. 17 સપ્ટેમ્બર, તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ હરાજી 2 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. PM Mementos વેબસાઇટ પર હરાજીમાં રામ...

The post વડાપ્રધાન મોદીના ભેટના સ્મૃતિચિહ્નો ઈ-હરાજીમાં, નમામી ગંગે માટે રકમ વચાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નાગરિકોને પોતાની ભેટની ઈ-હરાજીમાં ભાગ લેવા આમંત્રિત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર, હરાજીથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં મૂકી જશે.

17 સપ્ટેમ્બર, તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ હરાજી 2 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

PM Mementos વેબસાઇટ પર હરાજીમાં રામ મંદિરનું ચાંદીનું મોડેલ, વાછરડા સાથે કામધેનુ, શેરડીના વાહનનું મોડેલ, લાકડાનું ચરખું, ઈલોરાના કૈલાસ મંદિરના ચિત્રો, G20 પોસ્ટર અને બિહારના ભગવાન બુદ્ધની ફ્રેમવાળી પ્રતિમાઓ જેવી વિવિધ શ્રેષ્ઠ સામગ્રી સામેલ છે.

હરાજીમાં ભાગ લેવા માટે વપરાશકર્તાઓ pmmementos.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરી અને ઑનલાઇન બોલી લગાવી શકે છે.

નમામી ગંગે પ્રોજેક્ટ જલશક્તિ મંત્રાલયનું સંકલિત રાષ્ટ્રીય અભિયાન છે, જે 2014માં કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગશિપ પ્રોગ્રામ તરીકે મંજૂર કરવામાં આવ્યું.

હેતુ ગંગા નદીના પ્રદૂષણ નિવારણ, સંરક્ષણ અને કાયાકલ્પનો છે, જેમાં કુલ બજેટ ખર્ચ ₹20,000 કરોડનો છે. આ અભિયાન તાત્કાલિક, મધ્યમગાળાની અને લાંબા ગાળાની પ્રવૃત્તિઓમાં વહેંચાયેલું છે, જેથી આગામી દશકમાં ગંગા નદીનું સુંવાળું અને સ્વચ્છ બનવું સુનિશ્ચિત થાય.

 

The post વડાપ્રધાન મોદીના ભેટના સ્મૃતિચિહ્નો ઈ-હરાજીમાં, નમામી ગંગે માટે રકમ વચાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/pm-modi-gifts-online-auction-namami-gange/feed/ 0
કર્નાટક હાઇ કોર્ટે સેન્ટરની સોશિયલ મીડિયા નિયમન સત્તા સામે X Corpની અરજી કરી ખારજ https://www.gujaratinside.com/2025/09/24/karnataka-hc-dismisses-x-corp-social-media-plea/ https://www.gujaratinside.com/2025/09/24/karnataka-hc-dismisses-x-corp-social-media-plea/#respond Wed, 24 Sep 2025 12:50:39 +0000 https://www.gujaratinside.com/?p=20030 બેંગલૂરૂ: કર્નાટક હાઇ કોર્ટે બુધવારે સેન્ટરની માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ સોશિયલ મીડિયા નિયમન સત્તા પર X Corpની અરજી ખારજ કરી, જે કંપની માટે મોટું આઘાતરૂપ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતની કાયદાકીય પ્રણાલીને અનિવાર્ય રીતે અનુસરવું જરૂરી છે અને સોશિયલ મીડિયા કંપનીઓને અવિનિયંત્રિત છોડી શકાય નહીં. કોર્ટે જણાવ્યું, “સોશિયલ મીડિયા પર નિયમન જરૂરી છે, ખાસ...

The post કર્નાટક હાઇ કોર્ટે સેન્ટરની સોશિયલ મીડિયા નિયમન સત્તા સામે X Corpની અરજી કરી ખારજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બેંગલૂરૂ: કર્નાટક હાઇ કોર્ટે બુધવારે સેન્ટરની માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ સોશિયલ મીડિયા નિયમન સત્તા પર X Corpની અરજી ખારજ કરી, જે કંપની માટે મોટું આઘાતરૂપ છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતની કાયદાકીય પ્રણાલીને અનિવાર્ય રીતે અનુસરવું જરૂરી છે અને સોશિયલ મીડિયા કંપનીઓને અવિનિયંત્રિત છોડી શકાય નહીં.

કોર્ટે જણાવ્યું, “સોશિયલ મીડિયા પર નિયમન જરૂરી છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં. જો નિયમન ન થાય તો નાગરિકોના ગૌરવના અધિકારને સંવિધાન મુજબ નુકસાન થાય છે.” અરજીમાં કલમ 79(3)(બ) હેઠળ સરકારે જાણકારી બ્લોક કરવાનો અધિકાર હોવો ન હોવાનો દાવો કરાયો હતો.

જસ્ટિસ નાગાપ્રસન્નાએ નોંધ્યું કે X Corp યુનાઇટેડ સ્ટેટ્સમાં ટેકડાઉન ઓર્ડરનું પાલન કરે છે, જ્યાં તે સ્થિત છે, પરંતુ ભારતની સાઇટ પર તે ટેકડાઉન ઓર્ડરનું પાલન ટાળે છે.

કોર્ટે કહ્યું, “આ બંનેનો એકસરખો આધાર હોવા છતાં, તે ભારતની જમીનમાં અનુસરતા નથી, જે કાયદાની ઉલ્લંઘના છે. અરજદારીની કોઇ મૂલ્ય નથી, તેથી અરજી ખારજ થાય છે.”

માર્ચ 2025માં X Corp કર્નાટક હાઇ કોર્ટે અરજી દાખલ કરી હતી, જેમાં ભારત સરકારની કલમ 79(3) હેઠળની કાર્યવાહી વિરુદ્ધ દાવો કર્યો હતો. કલમ 79(3)(બ) મુજબ, જો ઈન્ટરમીડીયરી સેન્ટરની સૂચના પર કન્ટેન્ટ દૂર કરવા નિષ્ફળ જાય તો તેને “સેફ હાર્બર” રક્ષણમાંથી વંચિત કરવામાં આવે છે.

 

The post કર્નાટક હાઇ કોર્ટે સેન્ટરની સોશિયલ મીડિયા નિયમન સત્તા સામે X Corpની અરજી કરી ખારજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/karnataka-hc-dismisses-x-corp-social-media-plea/feed/ 0