BREAKING NEWS News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/breaking-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 May 2026 13:22:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png BREAKING NEWS News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/breaking-news/ 32 32 અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/ https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/#respond Thu, 07 May 2026 13:22:20 +0000 https://www.gujaratinside.com/?p=22340 અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે...

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો હતો.

મળતી માહિતી મુજબ, સંબંધિત હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં રહી રહી હતી અને આજે તેને લગ્ન નોંધણી પ્રક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હતી. આ લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની અદાલતમાં થવાની હતી. પરંતુ, આ અંગે જાણ થતા જ VHPના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો:
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષે રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ નિયમોનું પાલન કરતા નથી અને લગ્નની ફરજિયાત નોટિસ જાહેર બોર્ડ પર મૂકતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે રજિસ્ટ્રાર એકપક્ષીય રીતે કાર્ય કરી રહ્યા છે અને અગાઉ પણ અનેક વિવાદાસ્પદ આંતરધર્મીય લગ્નોમાં સંડોવાયેલા રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ રજૂઆત કરવા કોર્ટ પહોંચ્યા ત્યારે રજિસ્ટ્રાર હાજર નહોતા અને જાણપૂર્વક રજા પર ઉતરી ગયા હતા.

વિરોધ બાદ, ચાર્જ સંભાળતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને હાલ માટે લગ્ન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

‘લવ જેહાદ’ના આક્ષેપ અને આંદોલનની ચેતવણી:
આ ઘટનાને ‘લવ જેહાદ’ સાથે જોડીને VHP દ્વારા સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ કેસમાં હાઈકોર્ટનો આદેશ હોવા છતાં પ્રક્રિયામાં પારદર્શિતા નથી. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે વિવાદાસ્પદ રજિસ્ટ્રારની તાત્કાલિક બદલી કરવામાં આવે. જો આવનારા દિવસોમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

પોલીસનો કડક બંદોબસ્ત:
પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટના પ્રવેશદ્વાર પર ખાસ નજર રાખવામાં આવી હતી અને કોઈપણ અપ્રિય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. હાલ આ લગ્ન પ્રક્રિયા અટકાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મામલાની પૃષ્ઠભૂમિ:
મહેસાણા જિલ્લાના 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી વચ્ચે સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા. બાદમાં બંનેને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ વિભાજન સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની પાર્ટનરની કસ્ટડી માંગ કરી હતી.

હાઈકોર્ટે યુવતીની ઇચ્છા જાણવા માટે તેને હાજર રહેવા જણાવ્યું હતું. સાથે જ, ભવિષ્યમાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં ન આવે તે માટે યુવકને 3 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું દાખલ કરવા સૂચના આપી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 8 મે, 2026ના રોજ યોજાનાર છે.

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/feed/ 0
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/ https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/#respond Thu, 07 May 2026 13:18:32 +0000 https://www.gujaratinside.com/?p=22336 પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા હુમલાખોરોએ મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું....

The post બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા

હુમલાખોરોએ મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીઓમાં પણ તેઓ પ્રચાર અભિયાન સાથે જોડાયેલી મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટયા

મળતી માહિતી મુજબ, આ ઘટના 24 પરગણાના મધ્યમગ્રામની છે, જ્યાં ચંદ્રનાથ રથને નિશાન બનાવીને ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે વિસ્તારની નાકાબંધી કરી

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા

ચંદ્રનાથ એક સ્કોર્પિયોમાં હતા અને હુમલાખોરોએ બાઇક પર આવીને તેમને નિશાન બનાવ્યા છે. શરૂઆતની વિગતો મુજબ, બાઇક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. કારની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કાચ પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે બાઇક પર નંબર પ્લેટ ન હતી.

TMC પર ભાજપના આરોપ

હિંસાની આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી TMC પર પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં હારના ડરથી TMC અકળાઈ ગઈ છે. ચંદ્રનાથની હત્યા પાછળ TMCનો હાથ હોવાનો ભાજપે દાવો કર્યો છે.

The post બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/feed/ 0
છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/#respond Sun, 05 Oct 2025 04:29:48 +0000 https://www.gujaratinside.com/?p=20264 મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા.

આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સિરપ બનાવનારી “શ્રીસુન ફાર્માસ્યુટિકલ્સ” કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તેમની સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 27(A), તેમજ ભારતના નવું ફોજદારી કાયદા BNSની કલમ 105 અને 276 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી 1 - image

સરકારી તપાસમાં જાણવા મળ્યું કે, કોલ્ડ્રિફ સિરપના નમૂનામાં 48.6 ટકા ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું બહાર આવ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત ઝેરી ગણાય છે. આરોગ્ય વિભાગે રાજ્યભરમાં આ સિરપના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

છિંદવાડાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મૃત બાળકોને મોટાભાગે આ જ સિરપ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, “આ બનાવ ખૂબ દુઃખદ છે. દોષિતોને કડક સજા થશે.” સાથે જ રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા વિશેષ ટીમની રચના કરી છે.

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/feed/ 0
દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/#respond Sun, 05 Oct 2025 04:27:34 +0000 https://www.gujaratinside.com/?p=20261 પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી.

સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં વહેતા થયા હોવાની શક્યતા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સતત વરસાદની વચ્ચે બચાવ કામગીરીમાં જોડાઈ છે.

આ પુલ સિલિગુડી અને મીરિક વચ્ચેનો મુખ્ય માર્ગ હતો, જે ઉત્તર બંગાળના મહત્વપૂર્ણ પરિવહન નેટવર્કનો હિસ્સો છે. પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

દાર્જિલિંગ જિલ્લા પ્રશાસનએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને કારણે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીકાંઠાના રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને ઝડપી રાહત તથા વળતર પહોંચાડવા માટે સૂચના આપી છે.

આ ઘટના ફરી એકવાર ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જુના પુલો અને રસ્તાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં મોસમી વરસાદથી ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે.

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/feed/ 0
લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/ https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/#respond Wed, 24 Sep 2025 15:45:28 +0000 https://www.gujaratinside.com/?p=20048 લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા...

The post લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ઉપરાંત, કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો કરે તેવા નિવેદનો કરવા પર પણ પ્રતિબંધ છે અને તેના ઉલ્લંઘન પર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ પગલાં લેવાશે.

લેહમાં બુધવારે બંધ દરમિયાન હિંસા વધી ગઈ હતી, જેમાં ભાજપ કાર્યાલયમાં આગ લગાવવામાં આવી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા.

કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને સુરક્ષા દળો પર હુમલા થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યા. પરિસ્થિતિ કાબૂમાં લાવવા વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 15 દિવસથી ચાલુ ઉપવાસ તોડી દીધો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિંસા આંદોલનની નૈતિકતા નબળી પાડે છે અને સંઘર્ષ દરમિયાન કોઈ જાન ન જાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે.

લદાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે.

અત્યાર સુધીમાં અનેક રાઉન્ડની વાતચીત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે આ મુદ્દે 6 ઑક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય લદાખના પ્રતિનિધિમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.

 

The post લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/ladakh-violence-protest-ban-leh/feed/ 0
લેહમાં રાજ્યતંત્રની માંગ દરમિયાન હિંસક દેખાવો: પોલીસ વાહન બળતો, પથ્થરમારો https://www.gujaratinside.com/2025/09/24/leh-statehood-protest-clashes-police-vehicle-burnt/ https://www.gujaratinside.com/2025/09/24/leh-statehood-protest-clashes-police-vehicle-burnt/#respond Wed, 24 Sep 2025 11:00:30 +0000 https://www.gujaratinside.com/?p=20007 લેહ શહેરમાં રાજ્યતંત્રની માંગ સાથે ચાલતા પ્રદર્શન દરમિયાન આઠવાડિયાઓ પછી હિંસા ફેલાઇ, જ્યાં ગુસ્સાવાળી રોષભરી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો અને એક પોલીસ વાહન બળાવી દીધું. આજે સવારથી સેકડો પ્રદર્શનકારીઓ લેહની મુખ્ય સડકો પર ઉતરી આવ્યા હતા, લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે. પ્રદર્શનકારીઓએ આખી લેઉ સિટીની અંદર હંગામો કર્યો...

The post લેહમાં રાજ્યતંત્રની માંગ દરમિયાન હિંસક દેખાવો: પોલીસ વાહન બળતો, પથ્થરમારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લેહ શહેરમાં રાજ્યતંત્રની માંગ સાથે ચાલતા પ્રદર્શન દરમિયાન આઠવાડિયાઓ પછી હિંસા ફેલાઇ, જ્યાં ગુસ્સાવાળી રોષભરી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો અને એક પોલીસ વાહન બળાવી દીધું.

આજે સવારથી સેકડો પ્રદર્શનકારીઓ લેહની મુખ્ય સડકો પર ઉતરી આવ્યા હતા, લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે. પ્રદર્શનકારીઓએ આખી લેઉ સિટીની અંદર હંગામો કર્યો અને ભાજપ કાર્યાલય પર પણ હુમલો કર્યો.

પોલીસે ભીડને વિખેરવા માટે આંસુ ગેસના શેલ ફાયર્ઙ અને લાઠીચાર్జનો ઉપયોગ કર્યો. આ ઘટનાથી લદ્દાખમાં અગાઉ ક્યારેય નહીં જોવાતા હિંસક દૃશ્યો સર્જાયા. આ સમયે કેન્દ્ર સરકાર અને લદ્દાખ પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા 6 ઓક્ટોબરે યોજાનારી છે.

અંતિમ બે અઠવાડિયાથી હવામાન કાર્યકર્તા સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર છે, લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ રાજ્યરૂપ અધિકાર આપવા માટે અને રાજકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે.

છેલ્લા ત્રણ વર્ષથી લદ્દાખના લોકો કેન્દ્રશાસિત તંત્રની સીધી શાસનથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, અને તેઓ વારંવાર રાજ્યતંત્ર અને સંરક્ષણાત્મક વ્યવસ્થાઓ માટે પ્રદર્શનો અને હડતાળો કરી રહ્યા છે.

લદ્દાખને જૂન 2019માં જયમુ અને કાશ્મીર રાજ્યમાંથી અલગ યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં, ઘણા વાસીઓ, જેમાં સોનમ વાંગચુક પણ હતા, આ નિર્ણયથી ખુશ રહ્યા હતા. પરંતુ એક વર્ષમાં, સ્થાનિક વાસીઓએ લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાના હેઠળ રાજકીય ખાલીપાની ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

આ અસંતોષના કારણે મોટા પાયે પ્રદર્શનો અને હડતાળો શરૂ થયા, જેમાં બૌદ્ધ બહુલ લેહ અને મુસ્લિમ બહુલ કારગિલના રાજકીય અને ધાર્મિક જૂથોએ સંયુક્ત મંચ હેઠળ એકત્રીકરણ કર્યું: એપેક્સ બોડી ઓફ લેહ એન્ડ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ.

કેન્દ્રે લદ્દાખની માંગો તપાસવા માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવ્યું, પરંતુ સતત ચર્ચાઓના rounds કોઈ પરિણામ આપ્યા નહોતા. આ માર્ચમાં, લદ્દાખી પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી ખાતે મળ્યા, પરંતુ બેઠક તૂટી ગઈ, સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે ગૃહમંત્રીએ મુખ્ય માંગો નકાર્યા.

એક પ્રતિનિધિએ જણાવ્યું, “ગૃહમંત્રી અમને કહ્યું કે લદ્દાખને અલગ યુનિયન ટેરિટરી બનાવવું ભૂલ હતી. તેમણે રાજ્યતંત્ર અને છઠ્ઠી અનુસૂચિની માંગ નકારી દીધી.”

 

The post લેહમાં રાજ્યતંત્રની માંગ દરમિયાન હિંસક દેખાવો: પોલીસ વાહન બળતો, પથ્થરમારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/leh-statehood-protest-clashes-police-vehicle-burnt/feed/ 0
ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી https://www.gujaratinside.com/2025/09/24/gujarat-17-new-talukas-vav-tharad/ https://www.gujaratinside.com/2025/09/24/gujarat-17-new-talukas-vav-tharad/#respond Wed, 24 Sep 2025 10:39:52 +0000 https://www.gujaratinside.com/?p=20023 ગાંધીનગર: લોકસ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને કેબિનેટ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંથી વહીવટમાં પેદા થયેલી બિનઝરૂરી તકલીફ દૂર થશે અને પ્રજાને નજીકના તાલુકા મથકોથી ઝડપી...

The post ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: લોકસ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને કેબિનેટ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંથી વહીવટમાં પેદા થયેલી બિનઝરૂરી તકલીફ દૂર થશે અને પ્રજાને નજીકના તાલુકા મથકોથી ઝડપી સેવાઓ મળશે.

મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ વાવ-થરાદ જિલ્લાની રચના પણ મંજુર કરવામાં આવી છે, જેમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી છ છઠ્ઠા તાલુકા તરીકે સામેલ થશે અને જિલ્લાનો મુખ્ય મથક થરાદ રહેશે.

નવા 17 તાલુકાઓ રાજ્યની સૌથી મોટી વિસ્તરણની સાબિતી છે, જે 2013માં બનાવાયેલા 23 નવા તાલુકાઓ બાદ પ્રથમ વખત થઈ રહ્યું છે. નવા તાલુકાઓને મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ગ્રાન્ટ અને વિકાસના લાભો મળવાના રહેશે, જે તેમને શહેરી ધોરણના વિકાસ માટે મજબૂત બનાવશે.

નવા તાલુકાઓ દ્વારા વહીવટ સરળ બનશે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે. હવે તેઓ સાવલતાથી સરકારી કામગીરી, જમીન રેકોર્ડ અને પ્રમાણપત્રોની કામગીરી નજીકના મથકથી પૂરી કરી શકશે, જે સમય અને ખર્ચ બંને બચાવશે.

રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે ચૂંટણી પૂર્વે આ નિર્ણય સાથે સરકારને સ્થાનિક સ્તરે પોતાની જોડાણ મજબૂત કરવાની તક મળશે.

આ નવા તાલુકાઓમાં સેવા સુવિધા, શૈક્ષણિક, આરોગ્ય, અને આર્થિક લાભ સાથે સ્થાનિક વિકાસને વધુ અસરકારક બનાવવાનો ઉદ્દેશ છે.

આ નવા તાલુકાઓની રચનાથી રાજ્યમાં 269 તાલુકા થયા છે અને વહીવટની સુગમતા, વિકાસના ગ્રાન્ટ અને લોકો સુધી સુવિધાઓ પહોંચાડવાના મુદ્દે મહત્વપૂર્ણ પગલાં તરીકે આ નિર્ણય લેવાયો છે.

The post ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/gujarat-17-new-talukas-vav-tharad/feed/ 0
ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/ https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/#respond Tue, 23 Sep 2025 15:40:31 +0000 https://www.gujaratinside.com/?p=19979 ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી...

The post ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.

આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી હતી.

આ નવા નિર્ણય અનુસાર પાકિસ્તાની સૈન્ય કે નાગરિક વિમાનો, તેમજ પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા ખરીદેલા અથવા લીઝ પર લીધેલા કોઈપણ વિમાનને 23 ઓક્ટોબરની રાત્રે 11:59 સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે.

આ પ્રતિબંધને લઈને ભારત અને પાકિસ્તાન બંનેએ અલગ-અલગ નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર કરી છે.

પ્રતિબંધને કારણે બંને દેશો વચ્ચેની હવાઈ અવરજવરમાં સીધી અસર પડી રહી છે, જેના કારણે મુસાફરોને લાંબા રૂટ અને વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પગલું ભારત-પાકિસ્તાન વચ્ચેના ગંભીર સુરક્ષા પડકારો અને રાજકીય તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. પાકિસ્તાને પણ જવાબી પગલા રૂપે પોતાની એરસ્પેસ ભારતીય વિમાનો માટે 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

 

The post ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/feed/ 0
બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/ https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/#respond Mon, 22 Sep 2025 09:30:34 +0000 https://www.gujaratinside.com/?p=19840 બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરે વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તારીખોની જાહેરાત શક્ય છે.

ચૂંટણી પંચની યોજના અનુસાર, મતદાન દુર્ગા પૂજા અને દિવાળી વચ્ચે, 2 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું અનુમાન છે. આ વખતે ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી રહી છે અને પક્ષોએ ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ રાજ્યોને SIR માટે વિગતવાર માર્ગદર્શિકા આપી હતી.

સૂચના મુજબ, જૂની મતદાર યાદીઓને વર્તમાન યાદીઓ સાથે મેળ કરવો, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ અને દૂર કરવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. છેલ્લો SIR 2002 અને 2004 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. 2020ની ચૂંટણીમાં NDA એ બહુમતી મેળવી હતી, જેમાં BJP પાસે 78, JDU પાસે 45 અને જીતન રામ માંઝી પાસે 4 બેઠકો હતી.

મહાગઠબંધન પાસે કુલ 110 બેઠકો છે, જેમાં RJD પાસે 75, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરી પક્ષો પાસે 16 બેઠકો છે. બદલાતા રાજકીય સમીકરણોને કારણે આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

 

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/feed/ 0
GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી https://www.gujaratinside.com/2025/09/21/gst-bachat-mahotsav-2025/ https://www.gujaratinside.com/2025/09/21/gst-bachat-mahotsav-2025/#respond Sun, 21 Sep 2025 12:30:25 +0000 https://www.gujaratinside.com/?p=19805 પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...

The post GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે.

તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ આ દેશની વિકાસ યાત્રાને વેગ આપશે, વ્યવસાયના સ્તરને સરળ બનાવશે અને રોકાણને આકર્ષક બનાવવા માટે માર્ગ પ્રદર્શિત કરશે.

પીએમ મોદીએ કહ્યું કે GST બચત મહોત્સવ કાલથી શરૂ થશે, જેમાં 99% વસ્તુઓ પર ફક્ત 5% ટેક્સ લાગશે, જે લોકોની બચત વધારશે અને ખરીદીની પ્રક્રિયાને સરળ બનાવશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અગાઉના વર્ષોમાં વિવિધ ટેક્સ અને જટિલ નિયમોના કારણે નાગરિકો માટે સામાન ખરીદવું અને મોકલવું મુશ્કેલ બન્યું હતું, અને સામાન મોકલવાની પ્રક્રિયાના ખર્ચ ગ્રાહકોને જ ભેગા પડતા હતા.

2017માં GSTને કેન્દ્રિત કરવામાં આવ્યો અને હવે નવા સુધારાઓ સમગ્ર દેશમાં વ્યવસાયને સરળ બનાવશે અને વિકાસની ગતિમાં નવા પ્રેરણા પેદા કરશે. આ સુધારાઓ દ્વારા ભારતની દરેક રાજ્ય અને તેની અર્થવ્યવસ્થા વિકાસની દોડમાં સમાન ભાગીદાર બની રહેશે.

પીએમ મોદીએ આગાહી કરતા કહ્યું કે નવા GST સુધારાઓના અમલથી દેશના નાગરિકો વધારાની બચતનો લાભ મેળવી શકશે, અને વ્યવસાયોમાં પારદર્શિતા તેમજ સુવિધાઓનો લાભ મળશે.

તેમણે આગામી પેઢી માટે સંદેશ આપ્યો કે આ સુધારાઓ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત આધાર પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે દેશભરના લાખો નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં નવા GST સુધારાઓના લાભ અંગે માહિતગાર કર્યા.

The post GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/gst-bachat-mahotsav-2025/feed/ 0