સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી...
ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે
દેશમાં સતત બીજા વર્ષે શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, વર્ષ 2024-25માં કુલ નોંધણી 24.69 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 11 લાખ ઓછી છે. અગાઉ 2023-24માં આ આંકડો 24.80 કરોડ હતો, જ્યારે 2022-23માં 25.18 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, બે વર્ષમાં કુલ...
ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું અભ્યાસક્રમ
ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળી, પરંતુ સાથે જ દેશને ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો. આ ભાગલા દરમિયાન થયેલી હિંસા, લૂંટફાટ અને હત્યાઓએ કરોડો લોકોને અસર કરી અને તેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. વિદ્યાર્થીઓ સુધી આ પીડા પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે,...
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...
ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત પ્રકરણોનો સમાવેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પરથી આધારિત મૂલ્યપ્રધાન પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના પ્રથમ ભાષાના પુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેરાયા છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરી ભારતીય પરંપરાગત જ્ઞાન...
મોરબીના તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીએ શિક્ષકને માર્યો, વાયરલ થયો વીડિયો
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક શિક્ષકે વિદ્યાર્થીને શિસ્ત માટે ઠપકો આપ્યો અને એક થપ્પડ મારી — પણ વાત એટલી પર જ અટકી નહીં. તરત જ વિદ્યાર્થી ઉશ્કેરાઈ...
“સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ કલેક્ટર સંજીવ...
અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી
અમેરિકાના વિઝા મળ્યા પછી પણ હવે મુસાફરો માટે ચેતવાની જરૂર છે. અમેરિકા સરકાર, ખાસ કરીને ટ્રમ્પ શાસન હેઠળ, ઇમિગ્રેશન સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહી છે. હાલમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા મંજૂરી બાદ પણ સતત ‘વિઝા સ્ક્રીનિંગ’ કરવામાં આવશે. કાયદા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વિઝાધારકોનा વિઝા રદ કરીને તેમને દેશનિકાલ...







