ENTERTAINMENT News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/entertainment/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 24 Sep 2025 14:32:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ENTERTAINMENT News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/entertainment/ 32 32 રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/ https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/#respond Wed, 24 Sep 2025 16:05:00 +0000 https://www.gujaratinside.com/?p=20053 સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર...

The post રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ થયું હતું. ટીઝરમાં રજનીકાંતનો ધમાકેદાર એક્શન લુક દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

હાલ રજનીકાંત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તાજેતરમાં કેરળના પલક્કડ નજીક શૂટિંગ પૂરૂં કર્યા પછી ચેન્નઈ પરત ફર્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં તેમણે રિલીઝ તારીખ અંગે માહિતી આપી હતી.

‘જેલર 2’માં રજનીકાંત સાથે એસજે સૂર્યા અને નંદમૂરી બાલાકૃષ્ણ જેવા જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ, આ સીક્વલમાં વધુ એક્શન અને થ્રિલરનો મસાલો હશે જે દર્શકોને એક નવી અનુભૂતિ આપશે.

 

The post રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/rajinikanth-jailer-2-release-date-2026/feed/ 0
શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો https://www.gujaratinside.com/2025/09/23/shah-rukh-khan-vikrant-massey-rani-mukerji-national-film-awards-2025/ https://www.gujaratinside.com/2025/09/23/shah-rukh-khan-vikrant-massey-rani-mukerji-national-film-awards-2025/#respond Tue, 23 Sep 2025 14:00:31 +0000 https://www.gujaratinside.com/?p=19959 દિલ્હી: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025ના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યું. આ ભવ્ય પુરસ્કાર સમારોહમાં શાહરૂખ ખાન અને રાણી મુખર્જી માટે ખાસ મહાન ક્ષણ બની, જ્યાં બંનેએ પોતાના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા. સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર મોહનલાલને તેમના શ્રેષ્ઠ કાર્યો માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મરાઠી, મલયાલમ, તેલુગુ અને...

The post શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025ના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યું. આ ભવ્ય પુરસ્કાર સમારોહમાં શાહરૂખ ખાન અને રાણી મુખર્જી માટે ખાસ મહાન ક્ષણ બની, જ્યાં બંનેએ પોતાના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા.

સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર મોહનલાલને તેમના શ્રેષ્ઠ કાર્યો માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મરાઠી, મલયાલમ, તેલુગુ અને અન્ય ભાષાઓની ફિલ્મોના કલાકારો, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર અને બાલ કલાકારોને પણ પુરસ્કાર આપવામાં આવ્યા. આ સન્માન 2023ની ફિલ્મોના માટે આપવામાં આવ્યું.

આ વર્ષે મુખ્ય પુરસ્કારોમાં શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા તરીકે માન્યતા આપવામાં આવી (જવાન  અને 12મી ફેલ ફિલ્મો માટે), જ્યારે રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ “શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે” માટે આપવામાં આવ્યો.

બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ Kathalને મળ્યો, જ્યારે બેસ્ટ ફીચર ફિલ્મ 12મી ફેલ તરીકે પસંદ થઈ. બેસ્ટ લોકપ્રિય ફિલ્મને મળ્યો અને સુદિપ્તો સિન્ગરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો.

બાલક અને સહાયક ભૂમિકાઓમાં પણ શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા, જેમ કે ઉર્વશી અને જાનકી બોડીવાલા બેસ્ટ સહાયક અભિનેત્રી તરીકે, અને વિજય રાઘવન, સોમુ ભાસ્કર બેસ્ટ સહાયક અભિનેતા તરીકે માન્યતા પામ્યા.

અન્ય શ્રેષ્ઠતા એવોર્ડોમાં કોરીઓગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, પ્રોડક્શન ડિઝાઇન, મ્યુઝિક ડિરેકશન, મેક-અપ અને કોસ્ટ્યુમ્સનો સમાવેશ થાય છે.

 

The post શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/shah-rukh-khan-vikrant-massey-rani-mukerji-national-film-awards-2025/feed/ 0
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/ https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/#respond Tue, 23 Sep 2025 11:30:40 +0000 https://www.gujaratinside.com/?p=19937 બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ...

The post કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ તસવીરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે.

કેટરિના અને વિકીના લગ્નને ચાર વર્ષ થયા છે અને લાંબા સમયથી ચાલી રહેલી પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે હવે આ કપલે સત્ય જાહેર કર્યું છે. તસવીરમાં કેટરિના કૈફ આરામદાયક વ્હાઈટ સ્લીવલેસ ટોપમાં અને વિકી કૌશલ પણ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે.

વિકી કૌશલ પ્રેમથી કેટરિનાના બેબી બમ્પને પકડીને હસતા જોવા મળે છે, જે તેમની ખુશીની ઝલક આપે છે. પોસ્ટ સાથે કપલે લખ્યું છે કે, “આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. ઓમ.”

કેટરિના કૈફની આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ચાહકો તેમજ સેલિબ્રિટી મિત્રોની તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

The post કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/feed/ 0
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ https://www.gujaratinside.com/2025/09/20/mohanlal-dadasaheb-phalke-award-2023/ https://www.gujaratinside.com/2025/09/20/mohanlal-dadasaheb-phalke-award-2023/#respond Sat, 20 Sep 2025 14:50:08 +0000 https://www.gujaratinside.com/?p=19738 ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે...

The post મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે.

આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, “કેરળના આદિપોલીની સુંદર ભૂમિથી લઈને વિશ્વભરના દર્શકો સુધી તેમના કાર્યએ આપણી સંસ્કૃતિની ઉજવણી કરી છે અને આપણી આકાંક્ષાઓને વધારી છે. તેમનો વારસો ભારતની સર્જનાત્મક ભાવનાને પ્રેરણા આપતો રહેશે.”

મોહનલાલના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી 400થી વધુ ફિલ્મોમાં અભિનય નોંધાયો છે. તેમણે માત્ર મલયાલમ જ નહીં, પણ તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મોહનલાલને 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 9 કેરળ રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ મળ્યા છે. સાથે જ તેમને પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા સન્માનોથી પણ ભારત સરકારે નવાજ્યા છે. દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા નેશનલ એવોર્ડ ઈવેન્ટમાં મોહનલાલને એનાયત કરવામાં આવશે.

 

The post મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/mohanlal-dadasaheb-phalke-award-2023/feed/ 0
કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/ https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/#respond Sat, 20 Sep 2025 13:50:06 +0000 https://www.gujaratinside.com/?p=19720 પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી. હાલમાં...

The post કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી.

હાલમાં સોશિયલ મીડિયા પર કેટરિના કૈફનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મરૂન રંગના ગાઉનમાં દેખાઈ રહી છે અને સ્પષ્ટ રીતે બેબી બમ્પ નજરે પડે છે. હજી સુધી સ્પષ્ટતા નથી કે આ ફોટો મેટરનિટી ફોટોશૂટનો ભાગ છે કે પછી કોઈ વિશેષ કેમ્પેઈન માટેની તસવીર છે.

ફેન્સની પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહી રહી છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર કેટરિના કૈફને અભિનંદન પાઠવ્યા છે, જ્યારે કેટલાક ફેન્સના અભિપ્રાય મુજબ આ તેમની ફેન્સ હાર્ટ માટે ખુશીના પળ છે.

કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ 30 જુલાઈના આસપાસ શરૂ થઈ હતી, જ્યારે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કપલ મુંબઈના ફેરી પોર્ટ પાસે નજરે પડ્યા હતા. કેટરિના સફેદ ઓવરસાઈઝ શર્ટ અને બેગી પેન્ટમાં હતી અને તેનું ચાલવાનું ઢબ થોડું અલગ લાગ્યું, જેના કારણે ગર્ભાવસ્થાની અટકળો ઊઠી.

7 ઑગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ આવ્યા કે કપલ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે, પરંતુ હજી સુધી સત્તાવાર નિવેદન મળ્યું નથી.

વિકી કૌશલ અને કેટરિના કૈફે ડિસેમ્બર 9, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

ત્યારથી ફેન્સ કપલના જીવનના નવા અધ્યાય માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ વચ્ચે તેઓની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે.

 

The post કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/feed/ 0
બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/ https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/#respond Fri, 19 Sep 2025 15:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19647 બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા.

એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ જાહેર હતું. પોલીસને તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવંત કારતૂસ અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

બીજો ગુનેગાર અનિલ, સોનીપતના રહેવાસી સતીશનો પુત્ર હતો. તેની પાસેથી 315 બોરની પિસ્તોલ, બે જીવંત અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા. બંને ગુનેગારો બાઇક પર સવાર હતા ત્યારે પોલીસનો સામનો થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સખ્ત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુના સામે ઝીરો ટોલરન્સ નીતિ પર કાર્યરત છે.

પોલીસે આસપાસના રાજ્યોના CCTV ફૂટેજ અને ગુનાહિત રેકોર્ડના વિશ્લેષણ બાદ બંને હુમલાખોરોની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રામનિવાસ ઘાયલ દેખાઈ રહ્યો છે અને અનિલ હાથ જોડીને પોલીસને ‘બાબાના યુપીમાં ક્યારેય નહીં આવું’ કહી રહ્યો છે.

આ કાર્યવાહી બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે.

 

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/feed/ 0
ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/ https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/#respond Fri, 19 Sep 2025 12:45:27 +0000 https://www.gujaratinside.com/?p=19623 બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં....

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.

અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં.

ઝુબીન ગર્ગ 19 થી 21 સપ્ટેમ્બર સુધી યોજાનારા નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા અને પરફોર્મ કરવા સિંગાપોર ગયા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ફેન્સને ફેસ્ટિવલમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

ઝુબીન આસામના સંગીત જગતનો ગર્વ ગણાતા હતા અને તેમણે બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા, જેમાં ફિલ્મ ગેંગસ્ટરનું પ્રસિદ્ધ ગીત “યા અલી” ખાસ લોકપ્રિય બન્યું હતું.

આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક સિંઘલે તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “પેઢીઓએ તેમના સંગીતમાં આનંદ, દિલાસો અને પોતાની ઓળખ મેળવી છે. તેમનો અવસાન એક એવો ખાલીપો છોડી ગયો છે જે ક્યારેય પૂરાઈ નહીં શકે.”

ઝુબીન ગર્ગના અવસાનથી ફેન્સ અને સંગીત જગત સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

 

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/feed/ 0
વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/ https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/#respond Fri, 19 Sep 2025 10:29:04 +0000 https://www.gujaratinside.com/?p=19619 બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રેમી એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત સિંગર બ્રેટ જેમ્સનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 57 વર્ષીય બ્રેટ જેમ્સ 18 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કેરોલિનાના ફ્રેન્કલિન ખાતે થયેલી દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. અહેવાલ મુજબ નેશવિલના જોન સી. ટ્યુન એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન બપોરે ફ્રેન્કલિનમાં એક પ્રાથમિક શાળાની...

The post વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રેમી એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત સિંગર બ્રેટ જેમ્સનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 57 વર્ષીય બ્રેટ જેમ્સ 18 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કેરોલિનાના ફ્રેન્કલિન ખાતે થયેલી દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા.

અહેવાલ મુજબ નેશવિલના જોન સી. ટ્યુન એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન બપોરે ફ્રેન્કલિનમાં એક પ્રાથમિક શાળાની પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

દુર્ઘટના બાદ વિમાનમાં તરત જ આગ લાગી હતી અને સિંગર સહિત ત્રણેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સદનસીબે શાળાના કોઈ વિદ્યાર્થી કે શિક્ષક ઘાયલ થયા નથી.

બ્રેટ જેમ્સના અવસાનના સમાચારથી સંગીત ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 2000 અને 2010ના દાયકામાં બ્રેટ જેમ્સ પ્રખ્યાત સિંગર અને ગીતકાર તરીકે જાણીતા હતા.

તેમણે 500થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા જેમાંથી 27 ચાર્ટબસ્ટર બન્યા હતા. તેમનું ગીત “જીસસ ટેક ધ વ્હીલ” તેમને 2007ના 49મા ગ્રેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દેશ ગીત માટેનો એવોર્ડ અપાવી ગયું હતું.

સંગીત જગતના અનેક કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

 

The post વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/feed/ 0
રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં એકતા કપૂર, નેહા ધુપિયા અને બિપાશા બાસુની પૂછપરછ થશે https://www.gujaratinside.com/2025/09/19/raj-kundra-money-laundering-case-ekta-neha-bipasha-questioning/ https://www.gujaratinside.com/2025/09/19/raj-kundra-money-laundering-case-ekta-neha-bipasha-questioning/#respond Fri, 19 Sep 2025 08:00:45 +0000 https://www.gujaratinside.com/?p=19591 શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામેનો ₹60 કરોડનો છેતરપિંડી કેસ વધુ ગંભીર બની રહ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણી આવ્યું છે કે આ પૈસામાંથી કેટલાક ફંડ ફિલ્મ નિર્માતા એકતા કપૂર, અભિનેત્રી બિપાશા બાસુ અને નેહા ધુપિયાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, EOW ટૂંક...

The post રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં એકતા કપૂર, નેહા ધુપિયા અને બિપાશા બાસુની પૂછપરછ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામેનો ₹60 કરોડનો છેતરપિંડી કેસ વધુ ગંભીર બની રહ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણી આવ્યું છે કે આ પૈસામાંથી કેટલાક ફંડ ફિલ્મ નિર્માતા એકતા કપૂર, અભિનેત્રી બિપાશા બાસુ અને નેહા ધુપિયાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, EOW ટૂંક સમયમાં આ ત્રણેય સેલિબ્રિટીઓને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવી શકે છે અને નાણાકીય વ્યવહારો અંગે વિગતવાર માહિતી માંગશે.

આ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની કંપનીએ તેમની સાથે ₹60 કરોડની છેતરપિંડી કરી છે. હાલ EOW કંપનીના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે કે ફરિયાદીમાં દર્શાવ્યા મુજબ ભંડોળનો દુરુપયોગ થયો છે કે નહીં.

તાજેતરમાં રાજ કુન્દ્રાની લગભગ પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે નાણાકીય વ્યવહારોની કબૂલાત આપી હતી. આ પૂછપરછ દરમિયાન એકતા કપૂર, નેહા ધુપિયા અને બિપાશા બાસુ સાથે નાણાકીય ટ્રાન્ઝેક્શનના પુરાવા સામે આવ્યા છે, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

આ સમગ્ર મામલો બેસ્ટ ડીલ ટીવી, રાજ કુન્દ્રાની ઈ-કોમર્સ કંપની સાથે જોડાયેલો છે, જે ટીવી પર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ દ્વારા પ્રોડક્ટ્સ વેચતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે અનેક બોલિવૂડ સ્ટાર્સે તેમના પ્રોડક્ટ્સ માટે પ્રચાર કર્યો હતો અને કંપની પાસેથી ચુકવણી મેળવી હતી.

હવે EOW જાણવા માંગે છે કે તેમને કઈ સેવાઓ બદલ અને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી.

તાજેતરમાં, મુંબઈ પોલીસે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે, જેના કારણે તેમના માટે દેશની બહાર મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે.

 

The post રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં એકતા કપૂર, નેહા ધુપિયા અને બિપાશા બાસુની પૂછપરછ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/raj-kundra-money-laundering-case-ekta-neha-bipasha-questioning/feed/ 0
પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો” https://www.gujaratinside.com/2025/09/18/kangana-ranaut-angry-response-flood-victims-mandi/ https://www.gujaratinside.com/2025/09/18/kangana-ranaut-angry-response-flood-victims-mandi/#respond Thu, 18 Sep 2025 12:15:22 +0000 https://www.gujaratinside.com/?p=19540 મંડી: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોત ફરી વિવાદમાં આવી છે. મંડીમાં પૂર પીડિતોની હાલત જાણવા ગયેલી કંગનાને એક મહિલાએ પોતાની આપવીતી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગના ચિડાઈ ગઈ. કંગનાએ મહિલાને કહ્યું કે, “તમે મને સવાલ કરો, ચઢાણ ન કરો. જો આક્રમક બનશો તો કામ કેવી રીતે કરી શકીશું?” કંગનાએ પોતાની પણ નુકસાનીની વાત કહી...

The post પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મંડી: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોત ફરી વિવાદમાં આવી છે. મંડીમાં પૂર પીડિતોની હાલત જાણવા ગયેલી કંગનાને એક મહિલાએ પોતાની આપવીતી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગના ચિડાઈ ગઈ.

કંગનાએ મહિલાને કહ્યું કે, “તમે મને સવાલ કરો, ચઢાણ ન કરો. જો આક્રમક બનશો તો કામ કેવી રીતે કરી શકીશું?” કંગનાએ પોતાની પણ નુકસાનીની વાત કહી અને ઉમેર્યું કે તેમનું રેસ્ટોરન્ટ પણ બંધ છે અને માત્ર 50 રૂપિયાનું કામ થયું હતું.

સ્થળ પર હાજર ભીડ સામે કંગનાએ કહ્યું કે તેઓ પણ સ્થાનિક છે અને લોકોની પીડા સમજતા હોય છે. “મારા પર હુમલો ન કરો, અમે અહીં કામની પ્રગતિ જાણવા આવ્યા છીએ. 10 હજાર કરોડ રૂપિયા મળ્યા છે, તેનો હિસાબ જરૂરી છે,” તેમ કંગનાએ કહ્યું.

આ ઘટનાને લઈને કોંગ્રેસે કંગનાની ટીકા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે સાંસદ તરીકે કંગનાએ આપત્તિ સમયે જનતા સાથે ઊભા રહેવું જોઈએ, પરંતુ તેમના પ્રતિભાવથી લાગે છે કે તેઓ લોકોની સમસ્યાઓથી દૂર છે અને ભાજપમાં આંતરિક મતભેદો છે.

 

The post પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/kangana-ranaut-angry-response-flood-victims-mandi/feed/ 0