INDIA News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 May 2026 13:22:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png INDIA News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/india/ 32 32 અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/ https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/#respond Thu, 07 May 2026 13:22:20 +0000 https://www.gujaratinside.com/?p=22340 અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે...

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો હતો.

મળતી માહિતી મુજબ, સંબંધિત હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં રહી રહી હતી અને આજે તેને લગ્ન નોંધણી પ્રક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હતી. આ લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની અદાલતમાં થવાની હતી. પરંતુ, આ અંગે જાણ થતા જ VHPના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો:
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષે રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ નિયમોનું પાલન કરતા નથી અને લગ્નની ફરજિયાત નોટિસ જાહેર બોર્ડ પર મૂકતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે રજિસ્ટ્રાર એકપક્ષીય રીતે કાર્ય કરી રહ્યા છે અને અગાઉ પણ અનેક વિવાદાસ્પદ આંતરધર્મીય લગ્નોમાં સંડોવાયેલા રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ રજૂઆત કરવા કોર્ટ પહોંચ્યા ત્યારે રજિસ્ટ્રાર હાજર નહોતા અને જાણપૂર્વક રજા પર ઉતરી ગયા હતા.

વિરોધ બાદ, ચાર્જ સંભાળતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને હાલ માટે લગ્ન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

‘લવ જેહાદ’ના આક્ષેપ અને આંદોલનની ચેતવણી:
આ ઘટનાને ‘લવ જેહાદ’ સાથે જોડીને VHP દ્વારા સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ કેસમાં હાઈકોર્ટનો આદેશ હોવા છતાં પ્રક્રિયામાં પારદર્શિતા નથી. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે વિવાદાસ્પદ રજિસ્ટ્રારની તાત્કાલિક બદલી કરવામાં આવે. જો આવનારા દિવસોમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

પોલીસનો કડક બંદોબસ્ત:
પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટના પ્રવેશદ્વાર પર ખાસ નજર રાખવામાં આવી હતી અને કોઈપણ અપ્રિય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. હાલ આ લગ્ન પ્રક્રિયા અટકાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મામલાની પૃષ્ઠભૂમિ:
મહેસાણા જિલ્લાના 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી વચ્ચે સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા. બાદમાં બંનેને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ વિભાજન સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની પાર્ટનરની કસ્ટડી માંગ કરી હતી.

હાઈકોર્ટે યુવતીની ઇચ્છા જાણવા માટે તેને હાજર રહેવા જણાવ્યું હતું. સાથે જ, ભવિષ્યમાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં ન આવે તે માટે યુવકને 3 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું દાખલ કરવા સૂચના આપી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 8 મે, 2026ના રોજ યોજાનાર છે.

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/feed/ 0
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/ https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/#respond Thu, 07 May 2026 13:18:32 +0000 https://www.gujaratinside.com/?p=22336 પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા હુમલાખોરોએ મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું....

The post બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા

હુમલાખોરોએ મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીઓમાં પણ તેઓ પ્રચાર અભિયાન સાથે જોડાયેલી મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટયા

મળતી માહિતી મુજબ, આ ઘટના 24 પરગણાના મધ્યમગ્રામની છે, જ્યાં ચંદ્રનાથ રથને નિશાન બનાવીને ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે વિસ્તારની નાકાબંધી કરી

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા

ચંદ્રનાથ એક સ્કોર્પિયોમાં હતા અને હુમલાખોરોએ બાઇક પર આવીને તેમને નિશાન બનાવ્યા છે. શરૂઆતની વિગતો મુજબ, બાઇક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. કારની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કાચ પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે બાઇક પર નંબર પ્લેટ ન હતી.

TMC પર ભાજપના આરોપ

હિંસાની આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી TMC પર પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં હારના ડરથી TMC અકળાઈ ગઈ છે. ચંદ્રનાથની હત્યા પાછળ TMCનો હાથ હોવાનો ભાજપે દાવો કર્યો છે.

The post બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/05/07/suvendu-adhikari-pa-shot-dead-in-bengal/feed/ 0
વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ https://www.gujaratinside.com/2025/10/14/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%98%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0/ https://www.gujaratinside.com/2025/10/14/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%98%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0/#respond Tue, 14 Oct 2025 11:34:59 +0000 https://www.gujaratinside.com/2025/10/14/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%98%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0/ વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ Updated: Oct 14th, 2025 GS TEAM Gautam Gambhir on Rohit & Kohli Future: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કૅપ્ટનશિપ અને સોશિયલ મીડિયા...

The post વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News

Google News

વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ 1 - image

Gautam Gambhir on Rohit & Kohli Future: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કૅપ્ટનશિપ અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ સહિત ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા હતા.

રોહિત-કોહલીનું ભવિષ્ય

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027 ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના સવાલો પર ધ્યાન દોરતા કહ્યું કે, ’50 ઓવરનો વર્લ્ડ કપ હજુ લગભગ અઢી વર્ષ દૂર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શાનદાર ખેલાડીઓ છે. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ હાલ માટે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વપૂર્ણ છે.’

જો કે, તેમણે ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવા અંગે ભાવનાત્મક અભિગમ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘કોઈ ખેલાડીને ટીમમાંથી બહાર રાખવો એ મારા માટે ખૂબ જ ભાવનાત્મક નિર્ણય છે. નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને પણ તક મળવી જોઈએ.’

શુભમન ગિલની કૅપ્ટનશીપ અંગે શું કહ્યું?

કૅપ્ટન તરીકે પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહેલા શુભમન ગિલને ગંભીરે સંપૂર્ણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું, ‘તે કૅપ્ટન તરીકેના દરેક ધોરણને પૂર્ણ કરે છે. કોઈએ તેને કૅપ્ટન બનાવીને તેના પર ઉપકાર નથી કર્યો, તે સંપૂર્ણ હકદાર છે. તેણે તેના કાર્યો અને શબ્દો દ્વારા બધાનું સન્માન મેળવ્યું છે.’

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના નવા યુગની ‘શુભ’ શરૂઆત! જાડેજા-સિરાજ સહિત આ 5 ખેલાડીઓ છે જીતના હીરો

યુવા ખેલાડીઓને ટ્રોલિંગથી બચાવો

ગૌતમ ગંભીરે યુવા ખેલાડીઓ અને ખાસ કરીને હર્ષિત રાણાને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાની ઘટનાઓ પર ઊંડો રંજ વ્યક્ત કર્યો. તેમણે ટ્રોલર્સ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘આ શરમજનક છે કે લોકો 23 વર્ષીય ખેલાડી(હર્ષિત રાણા)ને ફક્ત તેની યુટ્યુબ ચેનલ ચલાવવા માટે નિશાન બનાવી રહ્યા છે. તે 33 વર્ષનો ખેલાડી નથી જે ટ્રોલ્સનો સામનો કરી શકે.’

ભાવુક થઈને ગૌતમ ગંભીરે કહ્યું, ‘મને નિશાન બનાવો, હું ઠીક છું, પરંતુ આ બાળકોને છોડી દો. આ ફક્ત તેના વિશે નથી, તે દરેક યુવા ખેલાડી વિશે છે. પ્રદર્શન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેમને આ રીતે નિશાન બનાવી શકાય નહીં. આને રોકવાની આપણી નૈતિક જવાબદારી છે.’

કોચની ભૂમિકા અંગે સ્પષ્ટતા

પોતાના કોચિંગના કાર્યકાળ વિશે ગંભીરે સ્પષ્ટતા કરી કે, ‘જો ટીમ સારું પ્રદર્શન કરશે તો જ મને સારો કોચ ગણવામાં આવશે. કોચની ક્ષમતા તેની ટીમના પરિણામો દ્વારા નક્કી થાય છે.’

The post વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/14/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%98%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0/feed/ 0
છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/#respond Sun, 05 Oct 2025 04:29:48 +0000 https://www.gujaratinside.com/?p=20264 મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા.

આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સિરપ બનાવનારી “શ્રીસુન ફાર્માસ્યુટિકલ્સ” કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તેમની સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 27(A), તેમજ ભારતના નવું ફોજદારી કાયદા BNSની કલમ 105 અને 276 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી 1 - image

સરકારી તપાસમાં જાણવા મળ્યું કે, કોલ્ડ્રિફ સિરપના નમૂનામાં 48.6 ટકા ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું બહાર આવ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત ઝેરી ગણાય છે. આરોગ્ય વિભાગે રાજ્યભરમાં આ સિરપના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

છિંદવાડાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મૃત બાળકોને મોટાભાગે આ જ સિરપ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, “આ બનાવ ખૂબ દુઃખદ છે. દોષિતોને કડક સજા થશે.” સાથે જ રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા વિશેષ ટીમની રચના કરી છે.

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/feed/ 0
દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/#respond Sun, 05 Oct 2025 04:27:34 +0000 https://www.gujaratinside.com/?p=20261 પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી.

સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં વહેતા થયા હોવાની શક્યતા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સતત વરસાદની વચ્ચે બચાવ કામગીરીમાં જોડાઈ છે.

આ પુલ સિલિગુડી અને મીરિક વચ્ચેનો મુખ્ય માર્ગ હતો, જે ઉત્તર બંગાળના મહત્વપૂર્ણ પરિવહન નેટવર્કનો હિસ્સો છે. પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

દાર્જિલિંગ જિલ્લા પ્રશાસનએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને કારણે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીકાંઠાના રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને ઝડપી રાહત તથા વળતર પહોંચાડવા માટે સૂચના આપી છે.

આ ઘટના ફરી એકવાર ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જુના પુલો અને રસ્તાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં મોસમી વરસાદથી ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે.

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/feed/ 0
VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ https://www.gujaratinside.com/2025/10/04/video-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae/ https://www.gujaratinside.com/2025/10/04/video-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae/#respond Sat, 04 Oct 2025 09:35:01 +0000 https://www.gujaratinside.com/2025/10/04/video-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae/ IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...

The post VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના આધારે 286 રનની જંગી લીડ મળી છે.

આમ જોવા જઈએ તો ભારતની પ્રથમ ઈનિંગમાં ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને બેટિંગ કરવાની તક ન મળી પરંતુ તેણે મેદાન પર ફિલ્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના બોલ પર ઓપનર બેટ્સમેન તેજનારાયણ ચંદ્રપોલની શાનદાર કેચ પકડી. 

— BCCI (@BCCI) October 4, 2025

નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન

વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગની આઠમી ઓવરમાં આ ઘટના બની હતી. મોહમ્મદ સિરાજે પોતાનો બીજો બોલ આ ઓવરમાં થોડો શોર્ટ ફેંક્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલે બોલને પુલ કરવાનો પ્રયાસ કર્યો. શોટનો ટાઈમિંગ બરાબર ન હતો અને બોલ બેટ સાથે અથડાયને સ્ક્વેર લેગની ડાબી બાજુ ગયો. ત્યાં હાજર નીતિશ કુમાર રેડ્ડીએ હવામાં ડાઈવ લગાવીને બંને હાથે અદભૂત કેચ પકડી લીધી. ચંદ્રપોલ માત્ર 8 રન જ બનાવી શક્યો.

નીતિશ રેડ્ડીનું ઈન્ટરનેશનલ કરિયર

નીતિશ રેડ્ડીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 28.58ની એવરેજથી 343 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો બેસ્ટ સ્કોર 114 રનનો રહ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર

જમણા હાથના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ટેસ્ટ ક્રિકેટમાં 37.62ની એવરેજથી આઠ વિકેટ પણ ઝડપી છે. 22 વર્ષીય ખેલાડીએ ચાર T20 ઈન્ટરનેશનલ મેચોમાં 90 રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ ઝડપી છે.

The post VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/04/video-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae/feed/ 0
હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો https://www.gujaratinside.com/2025/09/28/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a6%e0%aa%bf%e0%aa%95-%e0%aa%aa%e0%aa%82%e0%aa%a1%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ https://www.gujaratinside.com/2025/09/28/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a6%e0%aa%bf%e0%aa%95-%e0%aa%aa%e0%aa%82%e0%aa%a1%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/#respond Sun, 28 Sep 2025 17:34:44 +0000 https://www.gujaratinside.com/2025/09/28/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a6%e0%aa%bf%e0%aa%95-%e0%aa%aa%e0%aa%82%e0%aa%a1%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ IND VS PAK Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ  સાંજે 8 વાગ્યે રમાશે. આ બ્લોકબસ્ટર મેચમાં તમામની નજર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર રહેશે. હાર્દિક આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમ મેચમાં જો હાર્દિક...

The post હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

IND VS PAK Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ  સાંજે 8 વાગ્યે રમાશે. આ બ્લોકબસ્ટર મેચમાં તમામની નજર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર રહેશે. હાર્દિક આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમ મેચમાં જો હાર્દિક પંડ્યા બે વિકેટ લેવામાં પણ સફળ થાય, તો તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1500 રન અને 100 વિકેટનો ડબલ રેકોર્ડ પૂર્ણ કરનારો વિશ્વનો ત્રીજો ખેલાડી બનશે. અગાઉ, ફક્ત બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

ટી20માં 100 વિકેટ લેનારો બીજો બોલર બનશે

આ સાથે, હાર્દિક પંડ્યા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરનાર ભારતનો બીજો બોલર પણ બનશે. અર્શદીપ સિંહે (101 વિકેટ) આ સિદ્ધિ હાંસલ કરી છે. 31 વર્ષીય હાર્દિકે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી તેમાં 1860 રન બનાવ્યા છે અને 98 વિકેટ ઝડપી છે. હાર્દિકની બેટિંગ સરેરાશ 27.35 અને બોલિંગ એવરેજ 26.58 છે.

આ પણ વાંચોઃ ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ

એશિયા કપમાં હાર્દિક પંડ્યાનું પર્ફોર્મન્સ

એશિયા કપ 2025માં હાર્દિક પંડ્યાને બેટિંગ કરવાની કોઈ ખાસ તક મળી નથી. જોકે, તેણે બાંગ્લાદેશ સામે 38 રનની શાનદાર ઇનિંગ રમી ભારતને 41 રને જીત હાંસલ કરવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.  બોલિંગની વાત કરીએ તો, હાર્દિક પંડ્યાએ વર્તમાન ટુર્નામેન્ટમાં 8.57ના ઇકોનોમી રેટથી ચાર વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત

હાર્દિક પંડ્યા શ્રીલંકા વિરૂદ્ધ સુપર-4 મુકાબલામાં માત્ર એક ઓવર ફેંક્યા બાદ ઈન્જર્ડ થતાં બેક ટુ પેવેલિયન થયો હતો. તેના સ્થાને રિંકૂ સિંહે ફિલ્ડિંગ કરી હતી. હાર્દિકની ફિટનેસને ધ્યાનમાં લેતાં ફાઈનલ મેચ તે રમશે કે કેમ તે મામલે પણ હજુ સ્પષ્ટતા થઈ નથી. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે જણાવ્યું હતું કે, હાર્દિકને ક્રેમ્પસ આવ્યા હતા. તેના ફિટનેસ પર ધ્યાન અપાઈ રહ્યું છે.

જો હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ટાઇટલ મેચમાંથી બહાર થઈ જાય, તો ટીમ ઇન્ડિયાને મોટો ફટકો વાગી શકે છે. હાર્દિકે વર્તમાન ટુર્નામેન્ટમાં ભારત માટે નવા બોલથી બોલિંગ કરી છે, અને તેના વિના ટીમનું કોમ્બિનેશન ખોરવાઈ શકે છે. જો હાર્દિક નહીં રમે, તો અર્શદીપ સિંહ પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન મેળવી શકે છે.

હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો 2 - image

The post હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/28/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a6%e0%aa%bf%e0%aa%95-%e0%aa%aa%e0%aa%82%e0%aa%a1%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/feed/ 0
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/ https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/#respond Thu, 25 Sep 2025 09:00:25 +0000 https://www.gujaratinside.com/?p=20080 નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે. આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ...

The post રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે.

આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ અહીં શ્રી બાંકે બિહારી મંદિરે દર્શન કરશે અને મથુરાના શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરે પૂજા અર્ચના કરશે.

રેલવે અધિકારીઓ અનુસાર, આ પ્રવાસ માટે 18 કોચની વિશેષ રેક તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 12 કોચ મહારાજા એક્સપ્રેસના છે. તેમાં રાષ્ટ્રપતિ સુટ, ડીલક્સ સુટ, રેસ્ટોરન્ટ, લાઉન્જ અને પાવર કાર જેવી સુવિધાઓ સામેલ છે.

રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફ માટે લગ્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ વરિષ્ઠ રેલવે અધિકારીઓ માટે બે સ્ટાન્ડર્ડ એસી કોચ પણ જોડાયા છે. મુસાફરી દરમિયાન સુરક્ષા માટે બે લોકોમોટિવ લગાવવામાં આવ્યા છે, જેમાંથી એક મુખ્ય સંચાલન માટે અને બીજુ સ્ટેન્ડબાય માટે રહેશે.

આ પ્રવાસને સુગમ બનાવવા માટે રેલવેએ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), GRP, સ્ટેશન માસ્ટર્સ અને વરિષ્ઠ અધિકારીઓને નિર્ધારિત સ્થળોએ તૈનાત થવા આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષાના કડક પગલાંથી કોઈ અવરોધ વિના આ ઐતિહાસિક પ્રવાસ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અગાઉ પણ મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી કરી ચૂક્યા છે. જૂન 2023માં તેમણે ભુવનેશ્વરથી રાયરંગપુર સુધી આ લગ્ઝરી ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. આ વખતની યાત્રા પણ દેશ માટે એક વિશેષ અવસર હશે, કારણ કે પ્રથમ નાગરિક મથુરા-વૃંદાવનમાં દેશની સૌથી ભવ્ય ટ્રેન દ્વારા દર્શન કરશે.

The post રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/president-droupadi-murmu-maharaja-express-mathura-vrindavan-visit/feed/ 0
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/ https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/#respond Thu, 25 Sep 2025 06:15:18 +0000 https://www.gujaratinside.com/?p=20071 શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે. 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી....

The post પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે.

26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી.

પોલીસે જણાવ્યું કે કટારિયાની ધરપકડ ઓપરેશન મહાદેવ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે કરવામાં આવી છે. આ જ ઓપરેશનમાં સુરક્ષા દળોએ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પહેલગામ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

માર્યા ગયેલા આતંકવાદીઓમાં હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન (રાવલકોટ), અબુ હમઝા ઉર્ફે હેરિસ (સિયાલકોટ) અને મોહમ્મદ યાસીર સામેલ હતા.

કટારિયા સામે FIR નંબર 36/25 હેઠળ કેસ દાખલ થયો છે અને તેની સામે આર્મ્સ એક્ટની કલમ 7/25 તેમજ UAPA ની કલમ 13, 16, 18, 20 અને 38 હેઠળ ગુનો નોંધાયો છે. કટારિયાને કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી 25 લોકો ભારતના વિવિધ ભાગોથી આવેલા પ્રવાસીઓ હતા.

આ હુમલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો હતો અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. પોલીસનું માનવું છે કે કટારિયાની ધરપકડથી આ હુમલાની સાજિશ અને આતંકી નેટવર્ક વિશે વધુ માહિતી બહાર આવી શકે છે.

 

The post પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/pahalgam-terror-attack-helper-yousuf-kataria-arrested/feed/ 0
ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/#respond Thu, 25 Sep 2025 04:41:41 +0000 https://www.gujaratinside.com/?p=20067 નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને સચોટ ભેદી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અનેક આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજે કરવામાં આવેલું પરીક્ષણ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું. આ પહેલું એવું લોન્ચર છે, જે કોઈપણ પૂર્વ શરતો વિના ભારતીય રેલ નેટવર્ક પર ચલાવી શકાય તેવું છે.

આ સફળ પરીક્ષણથી ભારતે વિશ્વના થોડાક એવા દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમણે રેલ આધારિત લોન્ચ સિસ્ટમથી મિસાઇલ છોડવાની ક્ષમતા હાંસલ કરી છે. આ સિસ્ટમ ઝડપી પ્રતિસાદ સમય સાથે મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. સંરક્ષણ મંત્રીએ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/feed/ 0