Category: INDIA

Home » INDIA » Page 70
નવા કર્મચારીઓ માટે નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે
Post

નવા કર્મચારીઓ માટે નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 15 ઓગસ્ટ, 2025થી મોટી નીતિ ફેરફારની જાહેરાત કરી છે. હવે કોઈપણ નવા કર્મચારીને નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે. સાથે સાથે આધાર આધારિત ચહેરાની ઓળખ (Face Authentication) પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, નવા કર્મચારીઓ અથવા શ્રમિકોને પોતાનું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) શરૂ...

પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ
Post

પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા...

આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ
Post

આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી, એટલે કે 15મી ઓગસ્ટથી ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટે નવા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ 25,000થી વધુના પેમેન્ટ માટે ₹2 અને એક લાખ રૂપિયા કરતા વધુ ટ્રાન્સફર માટે ₹6નો ચાર્જ લાગશે. IMPS દ્વારા ગ્રાહકોને 24×7 સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર...

ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Post

ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

દેશભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે, ગુજરાતના પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’ માં જોડાવા માટે અપીલ કરી. પોરબંદર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન ‘બાપુના પગલે તિરંગા...

500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી
Post

500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી

આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર...

કિશ્તવાડમાં આભ ફાટતાં ભયાનક ત્રાસદી: 50થી વધુના મોત, યાત્રા અચાનક અટકાવી દેવી પડી
Post

કિશ્તવાડમાં આભ ફાટતાં ભયાનક ત્રાસદી: 50થી વધુના મોત, યાત્રા અચાનક અટકાવી દેવી પડી

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલ માતા ચંડીના મંદિર તરફ જતી મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે ભારે ત્રાસદી સર્જાઈ. બપોરના લગભગ 12:30 વાગ્યે ચિશોતી વિસ્તારના પર્વતો પર અચાનક વાદળ ફાટતાં ભારે પૂર આવ્યું. આ પૂરે સાથે સાથે કાદવ અને કાટમાળ વહન કરીને આખા વિસ્તારને ધોઈ નાંખ્યો. આ વિપત્તિમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ...

Post

જ્યોતિષશાસ્ત્રથી લખાયું ભારતની આઝાદીનું મુહૂર્ત: 15 ઓગસ્ટ કેવી રીતે બની આઝાદી દિવસ?

1947ના આઝાદીદિવસ વિશે આપણે બધાએ વાંચ્યું હશે કે 15 ઓગસ્ટ એ ભારતે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આ મહત્વપૂર્ણ તારીખની પસંદગી પાછળ રાજકીય વાતો સિવાય પણ એક આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિ પણ હતી. ઉજ્જૈન, જેને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું પ્રાચીન કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાંના ખ્યાતનામ જ્યોતિષ પંડિત સૂર્યનારાયણ વ્યાસે...

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ
Post

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ

ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનું 12મું સતત સંબોધન આપ્યું. 103 મિનિટના લાંબા અને ઊર્જાવાન ભાષણમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, યુવાનો માટે રોજગાર, ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરરાષ્ટ્રીય દબદબાને લઈને ઐતિહાસિક ઘોષણાઓ કરી. GST ઘટાડાની ભેટ સાથે “ડબલ દિવાળી”નું એલાન વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો માટે કરમાં મોટો...

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ
Post

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...

બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ
Post

બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ

ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી...