બાપ રે: માત્ર આટલા સમયમાં સોનાના ભાવમાં અધધ 11,000 રૂપિયાનો વધારો, આ વધારો ક્યાં જઈને અટકશે??

Home » News » બાપ રે: માત્ર આટલા સમયમાં સોનાના ભાવમાં અધધ 11,000 રૂપિયાનો વધારો, આ વધારો ક્યાં જઈને અટકશે??
બાપ રે: માત્ર આટલા સમયમાં સોનાના ભાવમાં અધધ 11,000 રૂપિયાનો વધારો, આ વધારો ક્યાં જઈને અટકશે??

સોનાના ભાવને લઈ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે કે રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું સસ્તું થયું છે. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળતા લોકોમાં ખુશીનો માહોલ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 11 માર્ચે સોના અને ચાંદી બંને ધાતુના ભાવમાં વધારો થયો હતો. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 3000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોનું ખરીદતા પહેલા તમારે એ પણ ચેક કરી લેવું જોઈએ કે આજે 10 ગ્રામની કિંમત શું છે, તો અહીં જાણી લો

MCX પર સોના-ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાની કિંમત ઘટી છે. આજે સોનાની કિંમત 0.18 ટકા ઘટીને 65913 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદીની કિંમત 0.08 ટકા ઘટીને 74458 રૂપિયા પ્રતિ કિલો પર છે.

IBJA પર સોનાની કિંમત શું છે?

આજે IBJA પર પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે IBJA પર 999 શુદ્ધતાના સોનાની કિંમત 65615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય 995 શુદ્ધતાના સોનાની કિંમત 65353 રૂપિયા અને 916 શુદ્ધતાના સોનાની કિંમત 60103 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

એક વર્ષમાં સોનાના ભાવમાં 11,000 રૂપિયાનો વધારો

જો કોઈ રોકાણકારે ફેબ્રુઆરીમાં સોનામાં રોકાણ કર્યું હોત તો તેને સારો નફો મળ્યો હોત. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 11,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં સોનાએ રોકાણકારોને લગભગ 20 ટકા વળતર આપ્યું છે. તો વિચારો કે હજુ એક વર્ષ જશે તો સોનાનો ભાવ ક્યાંથી ક્યાં પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published.