દેશ વિદેશમાં અનેક એવી વસ્તુ છે કે જે બધાની સમજની વિરુદ્ધ છે. અજબ ગજબ જગ્યાઓ વિશે સાંભળીને પણ આપણે ડરી જઈએ છીએ. ત્યારે હાલમાં એક એવી જ જગ્યા વિશે ચારેકોર વાત કરવામાં આવી રહી છે. તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે તો તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે. દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હિરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તેનું મોત જ થાય છે. સ્ટ્રેબોએ એકવાર આ ગુફા જેવા મંદિરમાં ચકલી છોડી દીધી હતી અને આ ચકલી થોડી જ સેકન્ડોમાં મૃત્યુ પામી હતી. પરંતુ લોકો તેને દેવતાઓનો પ્રકોપ માનતા હતા. હવે વૈજ્ઞાનિકોએ તેની પાછળનું કારણ જાહેર કર્યું છે.
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર ધાર્મિક યજ્ઞો કરવામાં આવ્યા હતા. જ્યારે સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા. ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે. ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
Leave a Reply