ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ક્રિકેટર ઋષભ પંત ઈજા બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. રિષભ પંત આ દિવસોમાં સુંદર શોટ્સ ફટકારી રહ્યો છે અને વિકેટકીપિંગમાં પોતાનો હાથ બતાવી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. આ દરમિયાન સૌરવ ગાંગુલીએ પંતની પરત ફરવાની તારીખ પણ જણાવી દીધી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ઋષભ પંત 5 માર્ચ સુધીમાં પરત ફરશે.
સૌરવ ગાંગુલીએ વાતચીત દરમિયાન કહ્યું, “ પંતે એ બધું જ કર્યું જે તેને ફિટ થવામાં મદદ કરે. આ કારણે તે હવે NCAમાંથી પરત ફરશે. રિષભ પંત 5 માર્ચ સુધીમાં પરત ફરશે. અમે કેપ્ટનશિપ વિશે વાત કરીશું. અમે ઈચ્છીએ છીએ કે તેને ફરીથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે તેની કારકિર્દી લાંબા સમય સુધી ચાલવાની છે. “અમે તેને રમવા કે કેપ્ટન બનવા માટે દબાણ નહીં કરીએ.”
કદાચ વિકેટ કીપિંગ કરી શકશે નહી: પોન્ટિંગ
થોડા દિવસો પહેલા રિકી પોન્ટિંગે કહ્યું હતું કે રિષભને વિશ્વાસ છે કે તે રમવા માટે ફિટ થઈ જશે. પરંતુ અમે હજુ તેના વિશે ચોક્કસ નથી. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો અને તસવીરો જોયા હશે જેમાં તે સારી રીતે ચાલતો જોવા મળી રહ્યો છે. પરંતુ કહ્યું કે અમે પણ પ્રથમ મેચથી માત્ર છ અઠવાડિયા દૂર છીએ. તેથી અમને ખાતરી નથી કે તે આ વર્ષે વિકેટકીપિંગ કરી શકશે કે નહીં.
દિલ્હી કેપિટલ્સની બેટિંગ લાઇનઅપ તેની તાકાત છે. તેની પાસે ઓપનર તરીકે ડેવિડ વોર્નર, પૃથ્વી શો છે અને મિડલ ઓર્ડરમાં કેપ્ટન પંત સિવાય તેની પાસે શાઈ હોપ, હેરી બ્રૂક, મિશેલ માર્શ, ટ્રીસ્ટન સ્ટબ્સ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ ટીમ એક વખત પણ IPL ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. દિલ્હીની ટીમ આ વર્ષે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
Leave a Reply