25 crore diamond theft Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/25-crore-diamond-theft/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 10:21:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png 25 crore diamond theft Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/25-crore-diamond-theft/ 32 32 સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/ https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/#respond Mon, 18 Aug 2025 10:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16580 સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ...

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ ચોરીને અંજામ આપ્યો હતો. તેમણે તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા હીરા અને રોકડ ઉઠાવી લીધા. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો કોઈ પુરાવા ન રહે તે માટે CCTV કેમેરા અને DVR પણ સાથે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. DCP અને ACP સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને FSL ની મદદથી તપાસ શરૂ કરી. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગ સામેલ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પોલીસ હાલ વધુ તપાસમાં લાગી છે.

 

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/feed/ 0