AAP Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aap-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 10:47:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png AAP Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aap-gujarat/ 32 32 ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો https://www.gujaratinside.com/2025/09/03/gujarat-500-plus-join-aap/ https://www.gujaratinside.com/2025/09/03/gujarat-500-plus-join-aap/#respond Wed, 03 Sep 2025 10:55:09 +0000 https://www.gujaratinside.com/?p=18218 નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા. આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો,...

The post ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા.

આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તેમજ કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડીયા ટેકરા, ઘાણીખોર, ડાભેડ, કાટકોઈ અને વ્યાધર જેવા ગામોના યુવાનો અને વડીલો સહિત 500થી વધુ લોકોએ AAPનો હાથ સમભાળ્યો.

AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાની વિચારધારા, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઇમાનદાર રાજનીતિ, તેમજ પાર્ટીના કાર્ય પ્રત્યે પ્રેરિત થઈને આ તમામ નેતાઓ, આગેવાનો અને યુવાનો AAPમાં જોડાયા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી મહિનાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજવાની છે. આમ આદમી પાર્ટી વિશ્વાસ ધરાવે છે કે આવનારી તમામ ચૂંટણીમાં તે નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવી દિશા આપશે.

The post ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/gujarat-500-plus-join-aap/feed/ 0
ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા https://www.gujaratinside.com/2025/07/20/ishudan-gadhvi-aap-viramgam-joining-gujarat-politics/ https://www.gujaratinside.com/2025/07/20/ishudan-gadhvi-aap-viramgam-joining-gujarat-politics/#respond Sun, 20 Jul 2025 17:30:12 +0000 https://www.gujaratinside.com/?p=15022 અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે. ઈસુદાન...

The post ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે.

ઈસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ગુજરાતના લોકો હવે કામની રાજનીતિ અપનાવી રહ્યા છે. અગાઉ રાજકારણ જાતિ અને ધર્મના આધારે થતું હતું, પરંતુ હવે શિક્ષણ, આરોગ્ય, ખેતી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “વિરમગામ વિસ્તારમાં પીન્ટુભાઈએ મજબૂત સામાજિક કામગીરી કરીને લોકોમાં વિશ્વાસ જીત્યો છે. હવે તેઓ AAP સાથે મળીને વિસ્તારમાં નાગરિકોના હિત માટે લડત લડશે.”

ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, “AAPમાં રોજે રોજ 10,000થી વધુ નાગરિકો જોડાઈ રહ્યા છે, જે એ વાતનો પુરાવો છે કે ગુજરાતમાં કામ આધારિત રાજકારણને લોકોનો સમર્થન મળી રહ્યો છે.”

વિસાવદરમાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટી માટે રાજ્યમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને અનેક વિસ્તારમાં કાર્યકર જોડાઈ રહ્યાં છે.

The post ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/ishudan-gadhvi-aap-viramgam-joining-gujarat-politics/feed/ 0