Afghanistan earthquake Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/afghanistan-earthquake/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 14:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Afghanistan earthquake Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/afghanistan-earthquake/ 32 32 અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત https://www.gujaratinside.com/2025/09/02/afghanistan-earthquake-5-2-magnitude-after-previous-quake-kills-1400/ https://www.gujaratinside.com/2025/09/02/afghanistan-earthquake-5-2-magnitude-after-previous-quake-kills-1400/#respond Tue, 02 Sep 2025 16:00:42 +0000 https://www.gujaratinside.com/?p=18151 અફઘાનિસ્તાનમાં કુદરતી આફત ફરીથી હાહાકાર મચાવી રહી છે. આજે (2 સપ્ટેમ્બર) નાંગરહાર પ્રાંત નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકો બે દિવસ પહેલા આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યો છે, જેના કારણે દેશભરમાં વધુ ભય અને દહેશત ફેલાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપની અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ભારે તબાહી જોવા મળી રહી...

The post અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અફઘાનિસ્તાનમાં કુદરતી આફત ફરીથી હાહાકાર મચાવી રહી છે. આજે (2 સપ્ટેમ્બર) નાંગરહાર પ્રાંત નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકો બે દિવસ પહેલા આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યો છે, જેના કારણે દેશભરમાં વધુ ભય અને દહેશત ફેલાઈ છે.

યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપની અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ભારે તબાહી જોવા મળી રહી છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી મૃત્યુઆંક 1411 સુધી પહોંચ્યો છે અને 3124થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને કુનાર પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે, જ્યાં 5000થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાચા મકાનો ધરાશાયી થવાથી હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.

ભૂકંપ બાદ રાહત અને બચાવ કામગીરીમાં અનેક પડકારો ઉભા થયા છે. ભારે વરસાદ, ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે મદદ પહોંચાડવામાં મુશ્કેલીઓ આવી રહી છે. તાલિબાન સત્તાવાળાઓ હેલિકોપ્ટરની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉતારવા મુશ્કેલ બની રહ્યું છે. યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સતત રાહત પહોંચાડવા પ્રયત્નશીલ છે, છતાં સંસાધનોની અછતને કારણે કામગીરી ધીમી રહી છે.

આ મુશ્કેલ સમયમાં ભારતે સહાયનો હાથ લંબાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી અને 1000 ફેમિલી ટેન્ટ તથા 15 ટન ખાદ્ય સામગ્રી મોકલી છે. આગામી દિવસોમાં વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. ઉપરાંત, ઈરાન, ચીન સહિતના અનેક દેશોએ પણ મદદ આપવાની ખાતરી આપી છે.

 

The post અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપનો ત્રાસ: 5.2ની તીવ્રતાના ઝાટકા, અગાઉના ધરતીકંપમાં 1400થી વધુના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/afghanistan-earthquake-5-2-magnitude-after-previous-quake-kills-1400/feed/ 0
અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 250થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ https://www.gujaratinside.com/2025/09/01/afghanistan-earthquake-6-3-magnitude-death-toll/ https://www.gujaratinside.com/2025/09/01/afghanistan-earthquake-6-3-magnitude-death-toll/#respond Mon, 01 Sep 2025 04:44:33 +0000 https://www.gujaratinside.com/?p=17946 અફઘાનિસ્તાનમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી અફઘાનિસ્તાનના આંતરિક...

The post અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 250થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અફઘાનિસ્તાનમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી છે.

ભૂકંપ એટલો પ્રચંડ હતો કે તેના આંચકા પાકિસ્તાન તથા દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ અનુભવાયા. રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અનેક ઈમારતો ધ્રુજી ઉઠી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો.

અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું કે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 250 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ રાત્રે 12.47 વાગ્યે આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ બાદ 4.5 તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

 

The post અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 250થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/afghanistan-earthquake-6-3-magnitude-death-toll/feed/ 0
ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/ https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/#respond Sun, 17 Aug 2025 04:44:05 +0000 https://www.gujaratinside.com/?p=16501 ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...

The post ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના છે. તે પહેલાં 12 ઓગસ્ટે પશ્ચિમ પાપુઆ પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

આ ઉપરાંત, શનિવારે મોડી રાતે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર પણ જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. જોકે, જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા વિશે હજી સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

 

The post ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/feed/ 0