Ahmedabad flood alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-flood-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 26 Aug 2025 05:13:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad flood alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-flood-alert/ 32 32 અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/ https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/#respond Tue, 26 Aug 2025 07:10:54 +0000 https://www.gujaratinside.com/?p=17338 ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સુભાષબ્રિજ પર નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને...

The post અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સુભાષબ્રિજ પર નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને આજે પણ હાઇ એલર્ટ જાહેર કરાયું છે.

સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે નીછવાસમાં હાલ 96,234 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના નીચવાસમાં 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં ક્રમશઃ વધારો થવાની સંભાવના છે. નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે, અને સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચોમાસું આ સિઝનમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે 80% પૂરું થઈ ચૂક્યું છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોનો સરેરાશ જળસ્તર 78.82% છે, જેમાંથી 59 જળાશયો છલોછલ થયા છે અને 78 જળાશયો હાઇ એલર્ટ હેઠળ છે.

 

The post અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/feed/ 0