Ahmedabad plane incident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-plane-incident/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 20 Jul 2025 16:01:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad plane incident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-plane-incident/ 32 32 એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/ https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/#respond Sun, 20 Jul 2025 16:01:33 +0000 https://www.gujaratinside.com/?p=15004 કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના...

The post એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે.

નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના ડેટાને ડિકોડ કરવા માટે વિદેશ મોકલવામાં આવતો હતો, જ્યારે આ વખતમાં ભારતે પહેલી વખત પોતે ડેટા ડિકોડ કર્યો છે – જેને તેમણે “અદભૂત કામ” ગણાવ્યું.

આ પહેલા Wall Street Journal અને Reuters જેવા અમેરિકન મીડિયા રિપોર્ટ્સે પાયલટની ભૂલને દુર્ઘટનાનું કારણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં નાયડુએ કહ્યું કે, ‘પ્રારંભિક રિપોર્ટ તો આવી ગયો છે, પણ અંતિમ રિપોર્ટ આવવાની રાહ જોવી જોઈએ.

કોઈપણ પ્રકારના ઉતાવળભરા નિવેદનો ટાળવા જરૂરી છે.’ તેમણે પશ્ચિમી મીડિયા તેમજ અન્ય તમામ પક્ષોને ચેતવણી આપી હતી કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તપાસની આખી પ્રક્રિયાને સમય આપવામાં આવે.

The post એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/feed/ 0