અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...
Tag: Ahmedabad Rain
ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...
બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ...
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...






