Ahmedabad Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:41:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-rain/ 32 32 નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/#respond Sat, 20 Sep 2025 12:05:00 +0000 https://www.gujaratinside.com/?p=19702 અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયું છે અને ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કાદવ કીચડ દેખાઈ રહી છે.

પાણી ભરાતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

હવામાન વિભાગની માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ નોંધાયો છે:

  • વાગરામાં 3.78 ઇંચ
  • સુરતમાં 3.31 ઇંચ
  • લાઠીમાં 2.13 ઇંચ
  • ગઢડામાં 1.97 ઇંચ
  • વંથલીમાં 1.81 ઇંચ
  • બાબરામાં 1.77 ઇંચ
  • લિલિયામાં 1.54 ઇંચ
  • તળાજામાં 1.42 ઇંચ
  • વાઘોડિયામાં 1.18 ઇંચ
  • કામરેજમાં 1.18 ઇંચ
  • ઝઘડિયામાં 1.14 ઇંચ
  • ગરબાડામાં 1.02 ઇંચ 
  • વડોદરામાં 0.98 ઇંચ

આગાહી અનુસાર, રાજ્યમાં આજે હળવો થી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે નવરાત્રિ દરમ્યાન આયોજકો અને શહેરવાસીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

 

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/feed/ 0
ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/ https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/#respond Fri, 19 Sep 2025 10:50:07 +0000 https://www.gujaratinside.com/?p=19610 ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ત્યાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદના ઓછી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ૨૦૨૫ના ચોમાસામાં આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં કચ્છમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧૧૦ ટકા તેમજ સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ વરસાદ થયો છે.

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ૨૦૨૨માં ૧૨૨ ટકા, ૨૦૨૩માં ૧૦૮ ટકા અને ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો.

 

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/feed/ 0
બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/ https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/#respond Mon, 08 Sep 2025 03:45:15 +0000 https://www.gujaratinside.com/?p=18679 ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ...

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ

બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદે નગર અને ગામડાંઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ બન્યો હતો. અનેક વિસ્તારોમાં ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુઇગામ સિવાય અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભાભરમાં 8.62 ઈંચ, થરાદમાં 7.83 ઈંચ, વાવમાં 7.8 ઈંચ અને દિયોદરમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, તો બીજી બાજુ કેટલીક ખેતીને તાત્કાલિક ફાયદો પણ થયો છે.

કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદ

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 9.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિકો હેરાન થયા હતા. ખાસ કરીને પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજાની કૃપા

બનાસકાંઠા અને કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકાઓમાં 4.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો પરેશાન બન્યા હતા.

તંત્ર સજાગ

અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર ચેતી ગયું છે. દમકલ વિભાગ તેમજ તાલુકા સ્તરે રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. જો વરસાદનું ત્રાટક આવનારા કલાકોમાં યથાવત રહેશે તો અનેક વિસ્તારોમાં ખાલી કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે.

લોકોમાં ચિંતા, ખેડૂતોમાં મિશ્ર ભાવના

ભારે વરસાદને કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘરોમાં પાણી ઘુસી જતાં સામાનને નુકસાન થયું છે, જ્યારે માર્ગોમાં પાણી ભરાતા રોજિંદી જિંદગી અસરગ્રસ્ત થઈ છે. બીજી તરફ ખેડૂતોમાં મિશ્ર ભાવનાઓ છે. કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ભીતિ છે, તો કેટલાક વિસ્તારોમાં પાકને જીવતદાન મળ્યું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદે એક તરફ રાહતનો શ્વાસ આપ્યો છે, તો બીજી તરફ ચિંતા અને મુશ્કેલીઓ ઊભી કરી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી, રાજ્યના નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/feed/ 0
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/#respond Sun, 07 Sep 2025 03:41:09 +0000 https://www.gujaratinside.com/?p=18627 અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

આ દરમ્યાન બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાળી પાસે સાબરમતી નદી વચ્ચે 8 લોકો ફસાયા હતા. SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. GPSC પરીક્ષા કેન્દ્રોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિવિધ ડેમના જળસ્તર અને વરસાદની આવક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કપરાડામાં માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ થયો હતો. તેમાં બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં જામકંડોરણા (2.85 ઇંચ), પ્રાંતિજ (2.75 ઇંચ), બાયડ અને ઉમરગાંવ (2.60 ઇંચ)માં વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/feed/ 0
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/#respond Sat, 16 Aug 2025 09:34:38 +0000 https://www.gujaratinside.com/?p=16432 અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેજલપુરની સોસાયટીમાં પાણી ભરાયા
વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદ છતાં ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણમાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી યથાવત છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી.

વાહનચાલકોને ભારે મુશ્કેલી
પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને વાહનો છોડીને પગપાળા જવું પડી રહ્યું છે. અંડરપાસ બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે. આજે જન્માષ્ટમીના તહેવાર હોવા છતાં ભારે વરસાદને કારણે નાગરિકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. આ પરિસ્થિતિએ AMCની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીનો પ્રતિભાવ પણ લેવામાં આવ્યો છે.

 

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/feed/ 0
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/#respond Sat, 16 Aug 2025 09:20:37 +0000 https://www.gujaratinside.com/?p=16429 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી આગાહી
હવામાન વિભાગ મુજબ, શનિવાર (16 ઓગસ્ટ)ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવાર (17 ઓગસ્ટ)એ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

બે જિલ્લામાં રેડ એલર્ટ
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

યેલો એલર્ટ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં
ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે, જે મુજબ સાંજ સુધી મધ્યમથી ભારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

વરસાદના આંકડા
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદમાં 1.22 ઈંચ, ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઈંચ અને નર્મદા જિલ્લામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે.

 

 

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/feed/ 0
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/#respond Fri, 15 Aug 2025 14:44:53 +0000 https://www.gujaratinside.com/?p=16397 રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.

વરસાદ દરમિયાન બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા અને ઘુમા સહિત SG હાઈવેના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા.
અમદાવાદમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 17 ઈંચ સાથે ચોમાસાના કુલ વરસાદનું 62 ટકા પ્રમાણ પૂરું થયું છે.

શહેરમાં સરેરાશ 21.40 ઈંચ વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં માત્ર 15 ટકા વરસાદ પડ્યો હતો.

 

 

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/feed/ 0