Ahmedabad school murder Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-school-murder/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 12:48:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad school murder Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-school-murder/ 32 32 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/#respond Wed, 20 Aug 2025 12:48:46 +0000 https://www.gujaratinside.com/?p=16805 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પીડિત વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે સુરક્ષા ગાર્ડ અને શિક્ષકો હાજર હોવા છતાં 30 મિનિટ સુધી પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં મદદ માટે તરફડતો રહ્યો, પરંતુ કોઈ સહાય કરવા આવ્યું નહીં. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અંતે તેઓએ પોતે જ રિક્ષામાં બેસાડી તેને હોસ્પિટલ પહોંચાડ્યો. આ ઘટનાને કારણે શાળાની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ બનાવ પછી મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ શાળામાં ઘૂસીને ભારે તોડફોડ કરી અને સ્ટાફ સાથે મારપીટ પણ કરી. હાલ મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને દુઃખદ ગણાવી તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું કે નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં આવી હિંસક માનસિકતા સમાજ માટે રેડ સિગ્નલ સમાન છે.

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/feed/ 0
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/#respond Wed, 20 Aug 2025 09:45:56 +0000 https://www.gujaratinside.com/?p=16789 અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી....

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી.

મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને મૃતકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી. યાત્રા દરમિયાન લોકોના આંખોમાં આંસુ અને આક્રોશ બંને જોવા મળ્યો. સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, હુમલા બાદ વિદ્યાર્થી 30 મિનિટ સુધી લોહી લુહાણ હાલતમાં તડફડતો રહ્યો છતાં કોઈ મદદે ન આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થી ચાકૂ મારીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ પરિવારજનો અને સમાજના લોકો ઉગ્ર બન્યા. સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપી કરી અને ભારે તોડફોડ પણ કરી. વિરોધી લોકોએ રસ્તા રોકી ન્યાયની માંગણી કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો.

સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે જણાવ્યું કે ઘટના સ્કૂલ બહાર બની હતી અને આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે. બાળક છરી લઈને સ્કૂલમાં નહતો આવ્યો, તે બહાર રાખી આવ્યો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, નાની ઉંમરે હિંસક પ્રવૃત્તિ વધવી એ સામાજિક ચિંતાનો વિષય છે. માતા-પિતાએ બાળકો પર નજર રાખવી જોઈએ.

પોલીસે લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આરોપી વિદ્યાર્થીને અટકાયત કરીને જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ DEOએ પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સ્કૂલને નોટિસ ફટકારી છે અને તપાસ શરૂ કરી છે. હાલ શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

 

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/feed/ 0