#Ahmedabad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 11:48:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Ahmedabad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad/ 32 32 નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/ https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/#respond Mon, 22 Sep 2025 12:50:00 +0000 https://www.gujaratinside.com/?p=19871 આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...

The post નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, નાગરિકો માટે સલામત નવરાત્રિ સુનિશ્ચિત કરવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક અને શી ટીમ સાથે બંદોબસ્ત રાખશે. મહિલાઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી 112 ડાયલના દ્વારા તાત્કાલિક મદદ ઉપલબ્ધ રહેશે.

સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણીઓ પર પણ પોલીસ નજર રાખશે અને અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની તૈયારી રહેશે.

આ દરમિયાન, 70 મોટા ગરબા સ્થળો પર આજે મોકડ્રીલ યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોમગાર્ડ અને પોલીસ મિશ્ર બંદોબસ્તમાં 1,700 કર્મચારીઓ ખોટી કામગીરી અટકાવવા માટે તૈનાત રહેશે.

ચાર DySP, 20 PI અને 31 PSI સુપરવિઝન હેઠળ કામગીરી ચલાવશે. તમામ ગરબા સ્થળોએ ભીડ નિયંત્રણ માટે શી ટીમ, હેલ્પ ડેસ્ક અને પોલીસ અધિકારીના સંપર્ક નંબર સાથે બેનરો મૂકવામાં આવશે. 112 વાન પેટ્રોલિંગ દ્વારા સતત ગશ્ત રાખવામાં આવશે.

નવરાત્રિ તહેવાર દરમ્યાન પોલીસની આ વ્યવસ્થા લોકજાગૃતિ અને સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરશે, અને તહેવારના આનંદને સમૃદ્ધ અને સલામત બનાવશે.

The post નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/feed/ 0
અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/ https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/#respond Sun, 21 Sep 2025 10:15:02 +0000 https://www.gujaratinside.com/?p=19777 ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય...

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે.

22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો છે.

તેઓ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અમદાવાદના જોધપુર અને સરખેજ વિસ્તારમાં ચાલી રહેલા નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધશે.

23 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરમાં 11 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને અમદાવાદમાં ચાલતા ટ્રંક લાઈન કામો અને ગાંધીનગરમાં ગટર તથા પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરશે.

આ ઉપરાંત, તેઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ ભાગ લેશે.

નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, ગૃહમંત્રી બીજા દિવસે માણસામાં તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન વિકાસ કાર્યોની સમીક્ષા અને રાજકીય ગતિવિધિઓને ગતિ આપવાનું મંત્રીનું મુખ્ય લક્ષ્ય રહેશે.

 

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/feed/ 0
અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/#respond Sat, 20 Sep 2025 12:50:13 +0000 https://www.gujaratinside.com/?p=19716 અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી રહી અને 62 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં સફળ રહી.

ધરપકડ કરાયેલા આરોપીઓ સામે હત્યા કરવાનો પ્રયાસ, રાયોટિંગ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ પગલાથી શહેરમાં ગુનાખોરી રોકવામાં મદદ મળશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધરશે એવી અપેક્ષા છે.

ઝોન 7 પોલીસ વિસ્તારમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન બનાવેલી 9 ટીમોએ ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી કાયદાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સફળતા ગુનેગારોને કડક સંદેશ આપશે કે તેઓ કાયદાની પહોચથી દૂર રહી શકતા નથી.

હવે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જેલમાં મોકલવામાં આવશે, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની ભાવના પણ વધશે.

 

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/feed/ 0
અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ https://www.gujaratinside.com/2025/09/04/ahmedabad-vastrapur-gas-officer-suicide/ https://www.gujaratinside.com/2025/09/04/ahmedabad-vastrapur-gas-officer-suicide/#respond Thu, 04 Sep 2025 07:02:21 +0000 https://www.gujaratinside.com/?p=18293 અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા. આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા...

The post અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા.

આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. વારંવાર પ્રયાસ કર્યા પછી પણ દરવાજો ખોલવામાં ન આવ્યું, તો ડ્રાઈવરે ગાંધીનગરના સચિવાલય સ્થિત કચેરીને જાણ કરી. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર પ્રવેશતા મનોજકુમાર પૂજારાનો મૃતદેહ મળ્યો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલમાં તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે શું તેઓની સાથે કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ. આ ઘટનાએ સરકારી વર્તુળોમાં શોકનું મોજું ઉઠાવી દીધું છે.

પોલીસ જણાવે છે કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે, જેથી GAS અધિકારીએ આ કડક પગલું શા માટે ભર્યું તે અંગેની હકીકત સામે આવી શકે.

 

The post અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/ahmedabad-vastrapur-gas-officer-suicide/feed/ 0
અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/ https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/#respond Tue, 02 Sep 2025 13:26:21 +0000 https://www.gujaratinside.com/?p=18141 અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન...

The post અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.

સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર યુવકો ડૂબી ગયા. સ્થાનિક લોકો અને બચાવકાર્યકર્તાઓએ તુરંત ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે એક યુવકનું દુર્ઘટનામાં મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધર્યું અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્વામા આવ્યો.

આ બંને ઘટનાઓ ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે થવા પામી હતી અને લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અધિકારીઓએ જાહેર કર્યું છે કે લોકોએ તળાવો અને નદીઓ નજીક સાવધાની રાખવી.

The post અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/feed/ 0
અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/ https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/#respond Mon, 01 Sep 2025 14:05:47 +0000 https://www.gujaratinside.com/?p=18006 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું...

The post અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું છે.

તેમજ પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને બાંધકામ માટે પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે ઈમ્પેક્ટ ફી સાથે બાંધકામ પણ થયું હતું. AMC હવે કડક કાર્યવાહી માટે તૈયારમાં છે, જેમાં ડીડ રદ કરવું અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

AMC દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માંગ કરવામાં આવી છે, જેમાં ધો.1થી 12ના પ્રમાણપત્રોની નકલ, વર્ગ વધારો માટેના પ્રમાણપત્ર, એસીએસઈ બોર્ડ સાથેની એનઓસી, બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી, સ્કૂલ મકાન અને રમતગમત મેદાનના માલિકીની નકલ, ફ્લોરવાઈઝ નકશા, ટ્રસ્ટ ડીડ, પીટીઆરની નકલ, એફિલિએશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી, ધોરણવાર વિદ્યાર્થી સંખ્યા, શિક્ષકોની લાયકાત અને પગારના દાખલા, તથા કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. AMCનું મુખ્ય ઉદ્દેશ સ્કૂલ દ્વારા થયેલા ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ કાર્ય પર કડક કાર્યવાહી કરવી છે.

 

The post અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/feed/ 0
અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/#respond Sun, 31 Aug 2025 14:05:37 +0000 https://www.gujaratinside.com/?p=17913 ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500...

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા.’

આ કાર્યક્રમ ‘વોટર ચોર, ગાદી છોડ’ના બેનર હેઠળ યોજાયો હતો. ગેનીબેનો દાવો છે કે સત્તાધારીઓએ લોકોને આપેલા વચનો પૂરા કર્યા નહીં, ત્યારે નાગરિકો માટે બંધારણ મુજબ સત્તા પરિવર્તન માટે મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીઓના મત વિસ્તારમાં ખોટા મતદારોની યાદી મળવી ખૂબ શરમજનક છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક પ્રશ્નો હલ થવા જોઈએ.’

 

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/feed/ 0
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ, આંતરિક સુવિધાઓ શરૂ https://www.gujaratinside.com/2025/08/27/mumbai-ahmedabad-bullet-train-8-stations-complete/ https://www.gujaratinside.com/2025/08/27/mumbai-ahmedabad-bullet-train-8-stations-complete/#respond Wed, 27 Aug 2025 12:50:20 +0000 https://www.gujaratinside.com/?p=17502 મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા અને વાપી સ્થિત 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને હાલમાં આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે વિશિષ્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યા...

The post મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ, આંતરિક સુવિધાઓ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા અને વાપી સ્થિત 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને હાલમાં આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે વિશિષ્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ઊર્જા બચાવવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવ્યા છે, પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય અને ગટરના પાણીની શુદ્ધિકરણ માટે (STP) પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર, આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળકો માટેની સંભાળ સુવિધાઓ, ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય સર્વિસીસ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરતના સ્ટેશનો મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો, બસ, ટેક્સી, ઓટો અને સ્થાનિક પરિવહન વચ્ચે સરળ કનેક્ટિવિટી રહેશે.

ટ્રાન્ઝિશનનો સમય ઘટાડવા માટે પાર્કિંગ અને મુસાફરો માટે વધારાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સ્ટેશનો મુસાફરો માટે આરામદાયક, સુરક્ષિત અને ઝડપી પ્રવાસના નવા માપદંડ સ્થાપિત કરશે.

 

The post મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ, આંતરિક સુવિધાઓ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/mumbai-ahmedabad-bullet-train-8-stations-complete/feed/ 0
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/ https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/#respond Wed, 27 Aug 2025 12:20:32 +0000 https://www.gujaratinside.com/?p=17489 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવાનો રહેશે. ભારતે અમદાવાદમાં ગેમ્સનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધું છે, અને 31 ઑગસ્ટ સુધી ફાઇનલ બિડ રજૂ કરવી પડશે. કેનેડાએ યજમાની માટેનું પોતાનું બિડ પાછું ખેંચવાથી ભારત માટે તક વધેલી છે.

જો ભારતનું બિડ મંજૂર થાય, તો કેબિનેટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, સંબંધિત મંત્રાલય અને વિભાગો પાસેથી જરૂરી ગેરંટીની મંજૂરી અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઈન-એડ આપવા પણ મંજૂરી આપી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આગામી 48 કલાકમાં બાકી પ્રક્રિયાઓ પૂર્ણ કરશે.

ભારત ઉપરાંત નાઈજિરિયા અને બે અન્ય દેશો પણ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બિડ આપવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય કમીટી દ્વારા અંતિમ નિર્ણય કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે, જેનો જાહેરખબર ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં આવશે. ભારત આ ગેમ્સનું આયોજન બીજી વખત કરાશે, પ્રથમ વખત 2010 માં નવી દિલ્હી ખાતે આયોજન કરવામા આવ્યુ હતું.

 

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/feed/ 0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/#respond Mon, 25 Aug 2025 13:42:26 +0000 https://www.gujaratinside.com/?p=17292 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા....

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા. તેમાં રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાસ હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 133 કરોડના ખર્ચે રામાપીરના ટેકરાના સેક્ટર-3માં ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવવા માટે બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ રૂ. 1624 કરોડના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું. પીએમ મોદીએ નિકોલ ખાતે જનસભામાં વક્તવ્ય આપીને વિકાસ અને પ્રગતિના પ્રયાસો અંગે પ્રજાને માહિતી આપી.

 

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/feed/ 0