#AhmedabadNotClean Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabadnotclean/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 18 Jul 2025 04:54:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #AhmedabadNotClean Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabadnotclean/ 32 32 સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/ https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/#respond Fri, 18 Jul 2025 04:54:59 +0000 https://www.gujaratinside.com/?p=14864 કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો...

The post સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો જ સાચા અર્થમાં કચરામુક્ત (Garbage Free) તરીકે પ્રમાણિત થયા છે. બાકીની હાલત ચોમાસા દરમિયાન ખાડાઓ, ભીંજાતા રસ્તાઓ અને ગંદકીથી ભરેલી છે.

સર્વેક્ષણ મુજબ ગુજરાતની 17 મહાનગરપાલિકા અને 145 નગરપાલિકાઓએ ભાગ લીધો હતો. કુલ 12,500 માર્ક્સના આધારે રેન્કિંગ આપવામાં આવી હતી:

  • 10,000 માર્ક્સ: સફાઈ વ્યવસ્થા, કચરાનું સંગ્રહ, પરિવહન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટોઇલેટ અને વપરાયેલ પાણીના વ્યવસ્થાપન આધારિત
  • 2,500 માર્ક્સ: જેમાં Garbage Free Certification માટે 1,300 અને Open Defecation Free માટે 1,200 માર્ક્સ

ગુજરાતને સરેરાશ 8,178 માર્ક્સ મળ્યા છે. અમદાવાદ અને સુરતને 7 સ્ટાર અને વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, વાપીને 3 સ્ટાર મળ્યા છે. અન્ય 19 પાલિકાઓને 1 સ્ટાર આપવામાં આવ્યો છે. હા, ખાસ નોંધવાનું એ છે કે તમામ 162 નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ODF (Open Defecation Free) પ્રમાણપત્ર મળ્યું છે.

ઈન્દોર પાસેથી હજી પણ શીખવાનું બાકી છે…

આ વર્ષે પણ મધ્યપ્રદેશનું ઈન્દોર સતત આઠમા વર્ષે દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બન્યું છે. પ્રશ્ન ઉઠે છે કે ગુજરાતના શહેરો હજુ સુધી ઈન્દોર જેટલી મજબૂત અને સતત સ્વચ્છતા કાયમી રાખવા કેમ અસમર્થ રહ્યા છે વિશેષજ્ઞો માને છે કે અમદાવાદના અધિકારીઓએ વિદેશના પ્રવાસ કરતાં પડોશી રાજ્ય ઈન્દોરમાંથી શીખવું વધુ મહત્વનું છે.

અહીં એવી કેટલીક કામગીરી થઇ રહી છે કે જેને અન્ય શહેરો અનુસરી શકે:

ઈન્દોરના સફાઈ સફળતાના રહસ્યો:

  • સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ
  • ગ્રીન વેસ્ટમાંથી ખાતર અને બાયો ફ્યુઅલની ઉદ્યોગાત્મક પ્રક્રિયા
  • ઝીરો લેન્ડફિલ સિસ્ટમ – વેસ્ટને જમીનમાં દબાવવા બદલે યોગ્ય રીતે વ્યવસ્થિત કરવો
  • થ્રી-આર સેન્ટર (Reuse, Recycle, Reduce) દરેક વોર્ડમાં
  • ગંદા પાણીની રીસાયકલિંગ વ્યવસ્થા – બાથરૂમ કે રસોડાની નિકાસનું સંચાલન
  • એશિયાનો સૌથી મોટો CNG પ્લાન્ટ
  • પબ્લિક ટોઇલેટ અને ડસ્ટબિનનું સુવ્યવસ્થિત નેટવર્ક – 2016થીજ જનભાગીદારીથી શરૂ થયેલી કામગીરી

The post સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/feed/ 0