AI Technology Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ai-technology/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 12:44:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png AI Technology Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ai-technology/ 32 32 ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/ https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/#respond Thu, 04 Sep 2025 12:44:34 +0000 https://www.gujaratinside.com/?p=18363 ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની...

The post ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની સ્થિતિ સીધો RTO એપ્લિકેશનમાં અપડેટ થશે.

ગાંધીનગર RTOમાં હાલમાં રોજના 200થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. AI સિસ્ટમથી આ પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને કડક બની રહેશે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં અગાઉ ‘સેટિંગ’ થવાની શક્યતા રહી છે, જેના કારણે યોગ્ય રીતે લાયસન્સ ન મેળવતા ડ્રાઈવરો અકસ્માતના જોખમમાં રહેતા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, 2030 સુધીમાં અકસ્માતમાં માનવ મૃત્યુની ઘટમાં 50 ટકા ઘટાડો લાવવા માટે વધુ કડક અને યોગ્ય ડ્રાઈવિંગ પરીક્ષણ જરૂરી છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગાંધીનગર RTOમાં નવા AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ સિસ્ટમને આગામી દિવસોમાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જે વાહનચાલકો માટે સુરક્ષિત માર્ગસંચલન સુનિશ્ચિત કરશે.

 

The post ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/feed/ 0