Alaska meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/alaska-meeting/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 12:41:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Alaska meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/alaska-meeting/ 32 32 પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/#respond Mon, 18 Aug 2025 12:41:25 +0000 https://www.gujaratinside.com/?p=16604 તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, “ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.”

 

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/feed/ 0
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/ https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/#respond Sat, 16 Aug 2025 15:49:03 +0000 https://www.gujaratinside.com/?p=16479 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વેપારમાં 20%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રોકાણ અને સહકારની શક્યતાઓ ઘણી મોટી છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ટ્રમ્પ અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે કેમ વેપાર કરી રહ્યા છે? હકીકત એ છે કે અમેરિકા રશિયા પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ માટે નિર્ભર છે. જો અમેરિકા રશિયા સાથે વેપાર બંધ કરે, તો તેની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે.

અમેરિકા રશિયાથી આયાત કરતી મુખ્ય વસ્તુઓ

  • ખાતર (Fertilizers): યુએસ સેન્સસ બ્યુરોના આંકડા મુજબ, અમેરિકાએ આ વર્ષે $927 મિલિયનના મૂલ્યના ખાતરની આયાત કરી છે. તેમાં યુરિયા, યુએએન (યુરિયા એમોનિયમ નાઈટ્રેટ) અને પોટેશિયમ ક્લોરાઇડ જેવા રસાયણિક ખાતરોનો સમાવેશ થાય છે.

  • પેલેડિયમ (Palladium): આ ધાતુ ઇલેક્ટ્રોનિક્સ અને કારના કેટાલિટિક કન્વર્ટરમાં ઉપયોગ થાય છે. 2024 માં $878 મિલિયન અને 2025 માં $594 મિલિયનની આયાત થઈ છે.

  • યુરેનિયમ અને પ્લુટોનિયમ: અમેરિકા રશિયાથી પરમાણુ ઉર્જા માટેના આ ઘટકોની આયાત કરે છે, જેની કિંમત $755 મિલિયન જેટલી છે.

આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપારિક સંબંધો જાળવી રાખવા મજબૂર છે, કારણ કે આ વસ્તુઓનો અભાવ અમેરિકન અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/feed/ 0
‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/ https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/#respond Thu, 14 Aug 2025 14:36:48 +0000 https://www.gujaratinside.com/?p=16292 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે....

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે.

સ્કૉટ બેસન્ટે સ્પષ્ટ કર્યું કે, બેઠકના પરિણામો પર આધાર રાખીને ભારત પર પહેલેથી લાગેલા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર પહેલેથી જ સેકન્ડરી ટેરિફ લાગુ છે. તાજેતરમાં ટ્રમ્પે પણ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% વધારાનો દંડ જાહેર કર્યો છે, જે 27 ઑગસ્ટથી અમલમાં આવશે.

ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો છે કે, ભારત રશિયાથી સસ્તું તેલ ખરીદીને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને નફો કમાય છે. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારત રશિયાની સાથેના વેપારથી યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરી રહ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, આ પગલું ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જાળવવા માટે હતું અને તે સમયે અમેરિકા પોતે આ માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માટે રશિયાથી તેલ ખરીદવું વિકલ્પ નહીં પરંતુ મજબૂરી છે, જેથી ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઊર્જા મળી રહે. મંત્રાલયે એ પણ ઉમેર્યું કે, જે દેશો ભારતની ટીકા કરે છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર ચાલુ રાખે છે.

અલાસ્કામાં યોજાનારી ટ્રમ્પ-પુતિનની બેઠક રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો બેઠક સફળ રહેશે, તો ટ્રમ્પ બીજી બેઠક બોલાવવાની સંભાવના દર્શાવી રહ્યા છે, જેમાં યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી પણ હાજર રહેશે. જોકે, પુતિન ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી.

 

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/feed/ 0