Alaska summit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/alaska-summit/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 16:21:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Alaska summit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/alaska-summit/ 32 32 પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/#respond Mon, 18 Aug 2025 16:21:43 +0000 https://www.gujaratinside.com/?p=16648 ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે અને તેઓ વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી પુતિન સતત વૈશ્વિક રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તેથી, શાંતિ સમજૂતી માટે તેમની સાથે મંત્રણા કરવી સહજ બાબત છે.

ચીન પર વધારાના ટેરિફ બાબતે રૂબિયોએ જણાવ્યું કે ચીન રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી તેને રિફાઇન કરીને ખાસ કરીને યુરોપિયન દેશોને એએફટી, પેટ્રોલ અને ડીઝલ રૂપે વેચે છે. જો વધારાના ટેરિફ લગાડવામાં આવે તો તેલના ભાવ વિશ્વભરમાં વધી શકે છે. સાથે તેમણે યાદ અપાવ્યું કે યુરોપ આજે પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદે છે, જેને નિરીક્ષકો ‘અસ્પષ્ટ નીતિ’ કહી રહ્યા છે.

રૂબિયોએ એ પણ ઉલ્લેખ્યું કે 15મી ઓગસ્ટે આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે ત્રણ કલાકની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નહોતો. બેઠકમાં રશિયા તરફથી યુરી ઉશાકાવે અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવ હાજર હતા, જ્યારે અમેરિકાની તરફથી રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત રહ્યા હતા.

 

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/feed/ 0
પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/#respond Sat, 16 Aug 2025 11:34:21 +0000 https://www.gujaratinside.com/?p=16452 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે. આ મુલાકાત લગભગ ત્રણ...

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે.

આ મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પર કોઈ અંતિમ નિર્ણય થયો નહીં. બંને નેતાઓએ મીડિયા સાથેની વાતચીત માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી અને કોઈ સોદો જાહેર કર્યો નથી. આ બેઠકમાં કેટલીક સકારાત્મક બાબતો સાથે નવી ચિંતાઓ પણ ઉપજી છે.

ટ્રમ્પની ટીકા પણ થઈ છે, કારણ કે તેમણે પુતિન માટે રેડ કાર્પેટ પાથર્યું, તેમને પહેલા બોલવા દીધા અને કોઈ કરાર ન કરી શક્યા. પુતિને યુદ્ધવિરામ માટે સંમતિ આપી નથી, જે ટ્રમ્પ આશા રાખતા હતા. પુતિને વાતચીતમાં જણાવ્યું કે જો 2022માં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સંઘર્ષ શરૂ ન થયો હોત. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળના વર્ષો અમેરિકા-રશિયા સંબંધો માટે કઠિન રહ્યા છે અને હવે સુધારો ખૂબ જ આવશ્યક છે.

 

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/feed/ 0
ટ્રમ્પ-પુતિન બેઠક પહેલા રશિયાનો મોટો સંકેત: સંયુક્ત નિવેદન થવાની સંભાવના ઓછી https://www.gujaratinside.com/2025/08/15/trump-putin-meeting-no-joint-statement-expected/ https://www.gujaratinside.com/2025/08/15/trump-putin-meeting-no-joint-statement-expected/#respond Fri, 15 Aug 2025 12:09:06 +0000 https://www.gujaratinside.com/?p=16370 અમેરિકાના અલાસ્કામાં આવનારી ટ્રમ્પ અને પુતિનની બેઠકને લઈને મોટી માહિતી બહાર આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે આ બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન જાહેર થવાની સંભાવના નથી. પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે આ બેઠક ખૂબ જ ઉતાવળમાં ગોઠવવામાં આવી છે અને કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા ઓછી છે. સ્થાનિક...

The post ટ્રમ્પ-પુતિન બેઠક પહેલા રશિયાનો મોટો સંકેત: સંયુક્ત નિવેદન થવાની સંભાવના ઓછી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના અલાસ્કામાં આવનારી ટ્રમ્પ અને પુતિનની બેઠકને લઈને મોટી માહિતી બહાર આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે આ બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન જાહેર થવાની સંભાવના નથી. પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે આ બેઠક ખૂબ જ ઉતાવળમાં ગોઠવવામાં આવી છે અને કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા ઓછી છે.

સ્થાનિક સમય મુજબ 15 ઓગસ્ટે, એટલે કે ભારતીય સમય મુજબ 15-16 ઓગસ્ટની રાત્રે 1 વાગ્યે, આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થશે. અગાઉ અહેવાલો હતા કે બેઠક પછી સંયુક્ત નિવેદન આવશે, પરંતુ ક્રેમલિને આ અહેવાલોને ખોટા ઠેરવ્યા છે.

જોકે, પેસ્કોવે કહ્યું કે બંને નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, જેમાં બેઠક દરમિયાન થયેલા કરાર અથવા સમજૂતી અંગે માહિતી આપી શકે છે. તેમણે ઉમેર્યું કે બેઠકના પરિણામ અંગે અગાઉથી કોઈ અનુમાન ન લગાવવું જોઈએ.

રશિયન ટેલિવિઝન પર પેસ્કોવે ટ્રમ્પ વિશે કહ્યું કે તેઓ મુશ્કેલ મુદ્દાઓને લઈને ‘અત્યંત અસામાન્ય દૃષ્ટિકોણ’ ધરાવે છે, જે રશિયા માટે મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં રશિયન પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ, રક્ષા મંત્રી બેલૌસોવ, નાણા મંત્રી સિલુઆનોવ સહિત અન્ય અધિકારીઓ સામેલ રહેશે.

બીજી તરફ, ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે પુતિન યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના ઇરાદા સાથે આ બેઠકમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે જો બેઠક સકારાત્મક રહેશે તો તે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે વાત કરશે, પરંતુ જો પરિણામ ખરાબ રહેશે તો તેઓ સીધા ઘરે પાછા જશે.

 

 

The post ટ્રમ્પ-પુતિન બેઠક પહેલા રશિયાનો મોટો સંકેત: સંયુક્ત નિવેદન થવાની સંભાવના ઓછી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-putin-meeting-no-joint-statement-expected/feed/ 0