albino animal rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/albino-animal-rescue/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 09:50:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png albino animal rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/albino-animal-rescue/ 32 32 ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/ https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/#respond Thu, 07 Aug 2025 09:50:56 +0000 https://www.gujaratinside.com/?p=15986 વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે. સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ...

The post ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ કે આ કાચબો “ઇન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ” પ્રજાતિનો છે અને તેની અંદાજિત ઉંમર એક વર્ષ જેટલી હોઈ શકે છે. આલ્બિનો પ્રાણીઓમાં પ્રકાશ પ્રત્યે વધારે સંવેદનશીલતા જોવા મળે છે અને શિકાર થવાની શક્યતા વધુ હોય છે કારણ કે તેમનો રંગ તેમને આસપાસના કુદરતી વાતાવરણથી અલગ દેખાડે છે.

વન વિભાગે કાચબાને તેમના શેલ્ટરમાં રાખીને તેની તાત્કાલિક સારવાર શરૂ કરી છે. રેન્જ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રકારનો દુર્લભ કાચબો ગુજરાતમાં પહેલો છે અને સમગ્ર ભારતમાં માત્ર સાતમો કિસ્સો છે. અગાઉ આવા કાચબા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં મળ્યા હતા.

એમ.એસ. યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના અધ્યાપક ડૉ. ધવલ ભટ્ટે જણાવ્યા અનુસાર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મુખ્યત્વે આ પ્રજાતિના કાચબાઓ જોવા મળે છે, પરંતુ મગરોની હાજરીને લીધે તેમની ગણતરી મુશ્કેલ છે. આલ્બિનો કાચબાની ખાસિયતોને કારણે તેનું ટકાવું અઘરુ બને છે અને એનું સંરક્ષણ અત્યંત આવશ્યક બની જાય છે.

The post ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/feed/ 0