Allahabad High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/allahabad-high-court/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 10:12:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Allahabad High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/allahabad-high-court/ 32 32 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/ https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/#respond Tue, 23 Sep 2025 11:05:50 +0000 https://www.gujaratinside.com/?p=19933 લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી.

આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી. સપા સાંસદ રુચિ વીરા તેમને આવકારવા જેલ બહાર પહોંચી હતી, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તેમને રોકી દીધી હતી.

આઝમ ખાન પર ડુંગરપુર કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા હતા.

તેમણે હાઈકોર્ટના આદેશ અનુસાર 19 કેસોમાં MP-MLA સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ મુજબ પોલીસ અને મહેસૂલ તંત્રએ રિપોર્ટ રજૂ કર્યા બાદ તેમની જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

સોમવારે સાંજે લૂંટ, છેતરપિંડી અને અન્ય 19 કેસોમાં રિલીઝ વોરંટ જાહેર થતા તમામ 72 કેસોમાં તેમને મુક્તિ મળી. ખાસ નોંધનીય છે કે આઝમ ખાનનું નામ લાંબા સમયથી કુખ્યાત “ક્વોલિટી બાર કેસ”માં મુખ્ય આરોપી તરીકે હતું.

આરોપ મુજબ 2013માં મંત્રી તરીકે તેમણે સિવિલ લાઇન્સ વિસ્તારની ક્વોલિટી બારની જમીન ગેરકાયદેસર રીતે પોતાની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે ટ્રાન્સફર કરી હતી.

આ કેસમાં 2019માં માલિક ગગન અરોરાની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી અને આખા પરિવારને આરોપી બનાવવામાં આવ્યો હતો.

મે 2025માં MP-MLA કોર્ટે આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને રાહત મળતા તેઓ અંતે સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા.

 

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/feed/ 0
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/#respond Sun, 07 Sep 2025 04:22:56 +0000 https://www.gujaratinside.com/?p=18639 ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે.

માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય વ્યવહારો વિશે વિગતો મેળવવા માંગે છે. સાથે જ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનની સંભાવના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિગ્નેશ શિશિરે જણાવ્યું છે કે તેમને EDનું સમન્સ મળ્યું છે અને તેઓ 9 સપ્ટેમ્બરે હાજરી આપીને જરૂરી માહિતી પ્રદાન કરશે.

અગાઉ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી ભારત સરકાર સાથે શેર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો આધારિત પુરાવા પણ તેમની પાસે છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બ્રિટિશ સરકારના ઈમેલ્સ અને દસ્તાવેજો રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતા દર્શાવે છે. ભારતના કાયદા મુજબ બેવડી નાગરિકતા મંજૂર નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અથવા ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ.

હવે ઈડીની તપાસને કારણે આ મામલામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની ચર્ચા ફરીથી કેન્દ્રસ્થાને આવી છે.

 

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/feed/ 0
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/ https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/#respond Wed, 20 Aug 2025 13:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16819 ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય.

કોર્ટના નિર્ણય અનુસાર, ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવ્યો છે અને એમપી-એમએલએ કોર્ટ દ્વારા ફટકારેલી બે વર્ષની સજાનો પણ અંત આવ્યો છે. અબ્બાસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ધમકી આપતાં કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના અધિકારીઓને પરિણામો ભોગવવા પડશે. આ ભાષણને આધારે તેના વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને તેને બે વર્ષની સજા તેમજ બે હજારનો દંડ ફટકારાયો હતો.

આ કેસમાં મંચ પર અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારીને પણ છ મહિનાની સજા આપવામાં આવી હતી. અબ્બાસે અગાઉ સજા સ્થગિત કરવાની અરજી કરી હતી જે ફગાવવામાં આવી હતી, જેના વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અંતે, હાઈકોર્ટએ તેને રાહત આપી અને ચુકાદો રદ કર્યો છે.

 

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/feed/ 0
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક https://www.gujaratinside.com/2025/08/04/supreme-court-raps-rahul-gandhi-over-army-comments/ https://www.gujaratinside.com/2025/08/04/supreme-court-raps-rahul-gandhi-over-army-comments/#respond Mon, 04 Aug 2025 07:38:59 +0000 https://www.gujaratinside.com/?p=15887 સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...

The post સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે.

જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને પૂછ્યું કે, “તમે વિપક્ષ નેતા છો, તો પ્રશ્નો સંસદમાં ઉઠાવો. સોશિયલ મીડિયા પર આવા નિવેદનો કેમ આપ્યા? તમારી પાસે કોઈ વિશ્વસનીય પુરાવો છે?” કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ એવો નથી કે તમે કંઈપણ કહી શકો.

રાહુલ ગાંધીએ વર્ષ 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું કે, “ચીનના સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે.” આ નિવેદન બાદ માનહાનિનો કેસ દાખલ થયો. 29 મેના રોજ અલાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે સમન્સના આદેશને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, “લોકો તમને ભારત જોડો યાત્રા વિશે પૂછશે, ન કે ચીને ભારતની 2000 ચોરસ કિમી જમીન પર કબજો કર્યો તે વિશે. ભારતીય સેનાના બલિદાન વિશે કોઈ પૂછતાછ નથી કરી રહ્યું. ખોટી છબી ન ઉભી કરો કે લોકો અજાણ છે.”

The post સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/04/supreme-court-raps-rahul-gandhi-over-army-comments/feed/ 0
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ https://www.gujaratinside.com/2025/07/25/rcb-cricketer-yash-dayal-second-rape-fir-jaipur-2025/ https://www.gujaratinside.com/2025/07/25/rcb-cricketer-yash-dayal-second-rape-fir-jaipur-2025/#respond Fri, 25 Jul 2025 12:02:53 +0000 https://www.gujaratinside.com/?p=15468 આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...

The post RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના સંપર્કમાં આવ્યા હતા અને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તત્કાલિન સમયે તે સગીર હતી, તેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

અગાઉ પણ યશ દયાલ સામે એક મહિલાએ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં 6 જુલાઈના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં લગ્નના ખોટા વચન આપીને યૌન શોષણ અને શારીરિક, માનસિક પીડા પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ પર તાત્કાલિક રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે બંને વચ્ચે પાંચ વર્ષથી સંબંધ હતાં, તેથી લગ્નના બહાને શોષણના દાવાની છાનબીન જરૂર છે.

યશ દયાલ હાલમાં ભારતીય ક્રિકેટમાંથી બહાર છે, જોકે IPL 2025માં તેણે RCB માટે પાંચ મેચમાં 13 વિકેટ ઝડપી હતી અને જીતતી ટીમનો ભાગ રહ્યો હતો. ઘરેલૂ સ્તરે યશ ઉત્તર પ્રદેશ ટીમમાંથી રમી ચૂક્યો છે અને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 27 મેચમાં 84 વિકેટ લીધી છે. અગાઉ પણ ભારત માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો, પરંતુ મોખરની ટીમમાં સ્થાયી થઈ શક્યો નથી.

 

The post RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/25/rcb-cricketer-yash-dayal-second-rape-fir-jaipur-2025/feed/ 0
જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/#respond Wed, 23 Jul 2025 12:00:45 +0000 https://www.gujaratinside.com/?p=15113 ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય.

તેમણે જણાવ્યું કે, “હું જસ્ટિસ વર્માની પસંદગીમાં સહભાગી રહ્યો છું, તેથી નિષ્પક્ષતાની દૃષ્ટિએ હું આ કેસની સુનાવણી કરી શકતો નથી.” સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નવા બેન્ચની રચના કરશે. બીજી તરફ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ વર્માની તરફથી અરજી રજૂ કરતા કોર્ટને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.

મૂળ મામલો એ છે કે, જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જેમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાનો અનુરોધ કર્યો છે. સમિતિએ તેમને તેમના નિવાસસ્થાનમાં મળી આવેલ દાઝેલી રોકડના મામલામાં દોષિત ઠેરવ્યા છે. પરંતુ જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ રજૂ કરવાનો પૂરતો મોકો આપવામાં આવ્યો ન હતો.

આ કેસમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સંસદમાં રજૂ થયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર 145 લોકસભા અને 63 રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે. તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની સમિતિ રચાઈ હતી, જેમણે ગંભીર કથિત વિગતો દર્શાવી હતી. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ આરોપોને ખોટા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે તથા તેમની વિરુદ્ધ કાવતરું રચાયું છે. તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે.

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/feed/ 0