Ambaji Bhadarvi Poonam Mela Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ambaji-bhadarvi-poonam-mela/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 12:04:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ambaji Bhadarvi Poonam Mela Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ambaji-bhadarvi-poonam-mela/ 32 32 ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/ https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/#respond Mon, 18 Aug 2025 12:04:54 +0000 https://www.gujaratinside.com/?p=16592 ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. ચાલુ...

The post ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે.

ચાલુ વર્ષે તમામ પદયાત્રી સંઘો અંબાજી મંદિરની સત્તાવાર વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam પરથી નોંધણી કરી શકશે. પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નોંધણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે. નોંધણી પૂર્ણ થયા બાદ સંઘોની વિગતો પ્રાંત અધિકારી, દાંતા કચેરી દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પછી મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઇન જ આપવામાં આવશે.

અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે પદયાત્રી સંઘો માટે કોમર્શિયલ અને પ્રાઇવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે. તેમણે તમામ પદયાત્રી સંઘોને આ સુવિધાનો લાભ લેવા અને તાત્કાલિક પોર્ટલ પર નોંધણી કરવા અપીલ કરી છે.

The post ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/feed/ 0