AMC negligence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amc-negligence/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 04:25:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png AMC negligence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amc-negligence/ 32 32 નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/ https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/#respond Sun, 14 Sep 2025 07:00:08 +0000 https://www.gujaratinside.com/?p=19312 અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે. હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે. પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર,...

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે.

હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે.

પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. ઘટના સ્થળે વીજ વાયરો ખુલ્લા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે નિયમિત તપાસ કરવામાં આવી ન હતી. જો સમયસર મરામત અને સલામતીના પગલાં લેવાયા હોત તો નિર્દોષ દંપતીના જીવ બચી શક્યા હોત.

કોર્પોરેશનના કર્મચારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા ત્યાંથી બે વીજ થાંભલા કાઢવામાં આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી દેવાયો હતો, છતાં કરંટ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી.

તેમનું કહેવું છે કે આ જવાબદારી કોન્ટ્રાક્ટર પર આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ બાદ જો મોટા અધિકારીઓની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ફોરેન્સિક સાયન્સ અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે થયેલી ધરપકડોને લઈને ચર્ચા છે કે નાના માણસો સામે તરત પગલાં લઈ મોટા અધિકારીઓને બચાવી લેવાનો પ્રયત્ન થયો છે.

લોકોના સવાલ છે કે રસ્તો બનાવવા માટે ખાડો ભરવામાં આવ્યો કે નહીં, પાણી ભરાવાનું કારણ શું હતું અને વીજપ્રવાહ બંધ હોવા છતાં કરંટ કેવી રીતે આવ્યો. હાલ કેસમાં અનેક સવાલો અનઉકેલાયેલા છે અને શહેરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/feed/ 0
અમદાવાદમાં 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ત્રાસ યથાવત https://www.gujaratinside.com/2025/08/24/ahmedabad-storm-water-drainage-issues/ https://www.gujaratinside.com/2025/08/24/ahmedabad-storm-water-drainage-issues/#respond Sun, 24 Aug 2025 04:35:08 +0000 https://www.gujaratinside.com/?p=17117 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે 200 કરોડથી વધુ ખર્ચવામાં આવ્યા હોવા છતાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી ઓસરતું નથી. તમામ પમ્પિંગ સ્ટેશન ખાનગી...

The post અમદાવાદમાં 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ત્રાસ યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે 200 કરોડથી વધુ ખર્ચવામાં આવ્યા હોવા છતાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી ઓસરતું નથી. તમામ પમ્પિંગ સ્ટેશન ખાનગી કોન્ટ્રાક્ટરોને હવાલે કર્યા છે, છતાં કામગીરીમાં બેદરકારી જોવા મળે છે.

સરદારનગર પમ્પિંગ સ્ટેશનમાં ભારે વરસાદ દરમિયાન કર્મચારીઓ ઊંઘતા જોવા મળેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા AMCના કાર્ય પર સવાલો ઊભા થયા છે. છેલ્લા દસ વર્ષમાં જોધપુર વોર્ડના પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારોમાં જ 29 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર લાઈન માટે 29 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે આખા શહેરમાં માત્ર 30 ટકા સ્ટ્રોમ વોટર લાઈન જ નાંખાઈ છે. કુલ 980 કિલોમીટર પૈકી પશ્ચિમ વિસ્તારમાં 35 ટકા અને પૂર્વ વિસ્તારમાં 65 ટકા લાઈનો આવેલી છે.

કોર્પોરેશનના આંકડા મુજબ દર વર્ષે 3થી 4 કરોડ રૂપિયા ઓપરેશન, મેઈન્ટેનન્સ અને નેટવર્ક માટે ખર્ચવામાં આવે છે, છતાં નવા નવા પાણી ભરાવાના સ્પોટ્સ વધતા જાય છે. વર્ષ 2019માં આશ્રમ રોડ પર 105 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી હતી, છતાં હાલત સુધરેલી નથી. ખાસ કરીને વર્ષ 2007માં AMC હદમાં સામેલ થયેલા સરખેજ, મકતમપુરા, વેજલપુર, થલતેજ, ઘાટલોડિયા, રાણીપ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં 18 વર્ષ પછી પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વેજલપુરનો શ્રીનંદનગર વિસ્તાર વરસાદી પાણી ભરાવાનો હોટ સ્પોટ ગણાય છે.

 

The post અમદાવાદમાં 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ત્રાસ યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/ahmedabad-storm-water-drainage-issues/feed/ 0