amit shah bill Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amit-shah-bill/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 10:26:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png amit shah bill Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amit-shah-bill/ 32 32 PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ https://www.gujaratinside.com/2025/08/25/pm-cm-removal-bill-opposition-jpc-boycott/ https://www.gujaratinside.com/2025/08/25/pm-cm-removal-bill-opposition-jpc-boycott/#respond Mon, 25 Aug 2025 10:26:46 +0000 https://www.gujaratinside.com/?p=17255 વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની ધરપકડ અને 30 દિવસ સુધી જેલમાં રહેવા પર પદ પરથી હટાવવાના 130મો બંધારણ સુધારો બિલ 2025 પર વિપક્ષને ફરી ઝટકો લાગ્યા છે. આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) માં મોકલવાના પ્રસ્તાવ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ ઊભા થયા છે. પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)એ સમિતિમાં સહભાગી ન થવાનો નિર્ણય કર્યો,...

The post PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની ધરપકડ અને 30 દિવસ સુધી જેલમાં રહેવા પર પદ પરથી હટાવવાના 130મો બંધારણ સુધારો બિલ 2025 પર વિપક્ષને ફરી ઝટકો લાગ્યા છે. આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) માં મોકલવાના પ્રસ્તાવ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ ઊભા થયા છે. પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)એ સમિતિમાં સહભાગી ન થવાનો નિર્ણય કર્યો, અને હવે શિવસેનાના ઉદ્ધવ જૂથ પણ JPCમાં ભાગ નહીં લે તે જાહેરાત કરી છે.

સંજય રાઉતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “મોદી સરકાર લોકશાહી અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કચડી નાખવા માટે આ બિલ લઈને આવી છે. સંયુક્ત સંસદીય સમિતિ માત્ર નાટક છે. શિવસેના કોઈ પણ JPCમાં ભાગ લેશે નહીં.”

અખિલેશ યાદવએ કહ્યું કે, “આ બિલનો વિચાર જ ખોટો છે. જેમણે આ બિલ રજૂ કર્યું છે (અમિત શાહ), તેમણે સ્વીકાર્યું કે ખોટા આરોપ લગાવાયા હતા. જો ખોટો કેસ કરી શકાય તો આ બિલનો અર્થ શું?”

ડેરેક ઓબ્રાયન સહિતના વરિષ્ઠ નેતાઓએ JPCની ઉપયોગીતા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે, “2014 પહેલાં JPC જાહેર હિત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મજબૂત ગણાતી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થાય છે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. બિલ અનુસાર, જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીઓ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત 30 દિવસ માટે જેલમાં રહે છે, તો તેઓ પદ પરથી હટાવી શકાય છે. બિલ રજૂ થતાં વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો અને એક સાંસદે બિલની નકલ ફાડી ગૃહમંત્રી પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ બિલને કેન્દ્રશાસિત પ્રદેશો સુધારા બિલ 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2025 સાથે સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું છે.

 

The post PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-cm-removal-bill-opposition-jpc-boycott/feed/ 0
સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/#respond Fri, 22 Aug 2025 04:39:59 +0000 https://www.gujaratinside.com/?p=16936 નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો.

વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ વધી હતી અને લોકસભામાં 12 બિલ તથા રાજ્યસભામાં 15 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગંભીર અપરાધોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને હટાવવાની જોગવાઈ ધરાવતા બિલને લઈને ભારે તંગદિલી જોવા મળી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો અને બિલની નકલો ફાડી નાખી હતી, જેના કારણે સત્તા અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

સત્ર દરમિયાન ભારે હોબાળાને કારણે 84 કલાક બરબાદ થયા, જે 18મી લોકસભાના કોઈ પણ સત્રમાં સૌથી વધુ સમયનો વેડફાટ માનવામાં આવે છે. સત્રમાં ફક્ત 37 કલાક 7 મિનિટનું કામકાજ થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષની વર્તણૂકને બિનસંસદીય ગણાવી અને તેને કમનસીબ ગણાવ્યું હતું.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ ચોમાસું સત્ર સરકાર અને દેશ માટે ફળદાયી રહ્યું, જ્યારે વિપક્ષ માટે નિષ્ફળ સાબિત થયું.

 

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/feed/ 0