Animal Rights Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/animal-rights/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 14:26:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Animal Rights Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/animal-rights/ 32 32 ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/ https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/#respond Thu, 14 Aug 2025 14:26:53 +0000 https://www.gujaratinside.com/?p=16289 સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...

The post ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે.

હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. પેટફેમિલિયા માટે જાહેર કરાયેલા વિડિઓ સંદેશમાં કપિલ દેવે અધિકારીઓને માનવીય અને સંવેદનશીલ ઉકેલો અપનાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે. આ આદેશને કારણે શેલ્ટર હોમમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય સંભાળ ન થઈ શકે.”

કપિલ દેવે વધુમાં કહ્યું કે, “કૂતરાઓ આપણા સમાજનો મહત્વનો ભાગ છે. કૃપા કરીને તેમની સંભાળ રાખો, તેમને વધુ સારું જીવન આપો અને તેમને બહાર ન ફેંકો.” ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ ઘણા સમયથી રખડતા કૂતરાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે.

વર્ષ 2023માં કપિલ દેવે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારવામાં આવી હતી, જે રખડતા કૂતરાઓનો નાશ કરવાની મંજૂરી આપતી હતી. નવેમ્બર 2022માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થવા બાદ તેમણે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

 

The post ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/feed/ 0
“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો https://www.gujaratinside.com/2025/08/14/supreme-court-stray-dogs-verdict-delhi/ https://www.gujaratinside.com/2025/08/14/supreme-court-stray-dogs-verdict-delhi/#respond Thu, 14 Aug 2025 06:23:13 +0000 https://www.gujaratinside.com/?p=16182 દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.” ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં...

The post “રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.

ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં રસ્તાઓ પરથી રખડતાં કૂતરાંને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવાંમાં આવે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, “કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓથી નફરત નથી કરતી, પરંતુ લોકોની સુરક્ષા પ્રથમ છે.

તેમણે જણાવ્યું કે નસબંધીના પ્રયાસો છતાં કૂતરાંના હુમલાના બનાવો અટકતાં નથી. “અમે કૂતરાંઓને મારી નાખવાનું કહી રહ્યા નથી, માત્ર માનવ વસાહતથી દૂર રાખવાનું સૂચવી રહ્યા છીએ.” લોકો પોતાના બાળકોને બહાર મોકલવામાં ડરી રહ્યા છે, અને માત્ર કાયદાથી નહિ પરંતુ કોર્ટના સ્પષ્ટ માર્ગદર્શનથી જ ઉકેલ આવી શકે છે.

અંતે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર ચુકાદો અનામત રાખતાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે કાયદાની દિશામાં કડક પગલાં લેવામાં આવશે અને વિવાદથી વધુ મહત્વ ઉકેલ અપાશે.

The post “રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/supreme-court-stray-dogs-verdict-delhi/feed/ 0