#APPLECEO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/appleceo/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 09 Jul 2025 15:20:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #APPLECEO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/appleceo/ 32 32 ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા Apple ના નવા COO, હવે CEO બનવાની ચર્ચા જોરમાં https://www.gujaratinside.com/2025/07/09/indian-origin-sabih-khan-becomes-apples-new-coo/ https://www.gujaratinside.com/2025/07/09/indian-origin-sabih-khan-becomes-apples-new-coo/#respond Wed, 09 Jul 2025 15:20:10 +0000 https://www.gujaratinside.com/?p=14685 એપલે કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે ભારતીય મૂળના સાબિહ ખાનની નિમણૂક કરી છે. સાબિહ ખાન હવે નિવૃત્ત થતાં Jeff Williamsની જગ્યાએ જવાબદારી સંભાળશે. સાથે જ સિલિકોન વેલીમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે – શું સાબિહ ખાન હવે ટિમ કૂકના પદના આગામી દાવેદાર બની શકે? સીઓઓ તરીકે મહત્ત્વની ભૂમિકા, CEO બનવાના સંકેતો પણ...

The post ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા Apple ના નવા COO, હવે CEO બનવાની ચર્ચા જોરમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એપલે કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે ભારતીય મૂળના સાબિહ ખાનની નિમણૂક કરી છે. સાબિહ ખાન હવે નિવૃત્ત થતાં Jeff Williamsની જગ્યાએ જવાબદારી સંભાળશે. સાથે જ સિલિકોન વેલીમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે – શું સાબિહ ખાન હવે ટિમ કૂકના પદના આગામી દાવેદાર બની શકે?

સીઓઓ તરીકે મહત્ત્વની ભૂમિકા, CEO બનવાના સંકેતો પણ

હાલમાં 59 વર્ષના સાબિહ ખાન નવા COO તરીકે ટિમ કૂકને સીધા રિપોર્ટ કરશે. Apple જેવી વૈશ્વિક ટેક જાયન્ટમાં COO પદે રહીને તેમને કંપનીના દૈનિક કામગીરી, સપ્લાય ચેઈન, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને ગુણવત્તા નિયંત્રણ જેવી નીતિગત બાબતોની જવાબદારી રહેશે.

સિલિકોન વેલીના પંડિતો માને છે કે Jeff Williams પાછળથી CEO બનવાના હતા, પરંતુ હવે તેમની નિવૃત્તિ સાથે CEO તરીકે નવા ઉમેદવાર તરીકે સાબિહ ખાનના નામની ચર્ચા તેજ થઈ છે. જોકે ટિમ કૂક હાલ 63 વર્ષના છે અને જો તેઓ હજુ લાંબી સમયસીમા સુધી CEO પદે રહે, તો સાબિહ ખાનના CEO બનવાના ચાન્સ ઘટી શકે.

ગૂગલ અને માઈક્રોસોફ્ટ બાદ Apple માં પણ ભારતીય દબદબો

સાબિહ ખાન હવે સુંદર પિચાઈ (CEO, Google) અને સત્ય નાડેલા (CEO, Microsoft) જેવી દિગ્ગજ ભારતીય મૂળની વ્યક્તિઓની યાદીમાં જોડાઈ ગયા છે. તેઓ Apple ના વૈશ્વિક સપ્લાય ચેઈનનું નેતૃત્વ કરે છે. તેમાં ઉત્પાદનની આયોજન પ્રક્રિયા, ધોરણ, સપ્લાયર્સ સાથેના સંબંધો અને ડિલિવરી સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

તેમજ, તેઓ Apple ના Supplier Responsibility Programs માટે પણ જવાબદાર છે, જે વિશ્વભરના સપ્લાયર્સના ઍથિકલ વલણ અને પર્યાવરણીય પ્રભાવને ધ્યાનમાં રાખે છે.

The post ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા Apple ના નવા COO, હવે CEO બનવાની ચર્ચા જોરમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/indian-origin-sabih-khan-becomes-apples-new-coo/feed/ 0