બેંગલુરુ: પંજાબ નેશનલ બેંકમાં 12,000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે આરોપી, 66 વર્ષીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું બેલ્જિયમમાંથી ભારત પ્રત્યાર્પણ થવાનું છે. એન્ટવર્પમાં કાર્યવાહી દરમિયાન ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. ભારતીય વહીવટી તંત્રએ બેલ્જિયમને ખાતરી આપી છે કે, મેહુલ ચોક્સીને મુંબઇ માં માનવ અધિકારોને અનુરૂપ આર્થર જેલમાં રાખવામાં આવશે. ભારતે જણાવ્યું છે...

